ગાંધીનગરગુજરાત

આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો

ગાંધીનગર :
હેડ ક્લાર્ક પેપર લીક મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં ભાજપ કાર્યકરો અને આપના કાર્યકરો વચ્ચે ધર્ષણ સર્જાતા પોલીસે દરમિયાનગીરી કરવાની નોબત આવી હતી. તેવામાં ઇશુદાન ગઢવી સહિત અનેક કાર્યકરો સામે મહિલાઓની છેડતી અને દારૂ પીધેલાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસે ઇશુદાનનો સરકારી હોસ્પિટલમાં લીકર ટેસ્ટ કરાવતા FSL રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી હવે ગાંધીનગર પોલીસ ઇશુદાન સામે પ્રોહિબીશનનો ગુનો નોંઘશે.
આમ આદમી પાર્ટી દ્વારા ભાજપનાં હેડક્વાર્ટર કમલમ્ ખાતે હેડ ક્લાર્ક પેપર લીક મામલે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જેના પગલે કમલમ ખાતે મોટા પ્રમાણમાં આપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. ભાજપ વિરોધી સુત્રો પણ લગાવ્યા હતા. જો કે ભાજપનાં કાર્યકરો પણ મોટા પ્રમાણમાં ઉમટી પડતા ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઝપાઝપી અને બોલાચાલી થઇ હતી. જેના કારણે બંન્ને કાર્યકરો વચ્ચે વધી રહેલું ઘર્ષણ જોઇને પોલીસને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે આપનાં દિગ્ગજ નેતા ઇસુદાન ગઢવી પર ભાજપનાં નેતાએ ગંભીર આરોપ લગાવ્યા હતી. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપની મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપુતે આરોપ લગાવ્યો કે, આપના નેતા ઇશુદાન ગઢવી નશાની હાલતમાં હતા. તેમણે નશાની હાલતમાં આ યુવા નેતાની છેડતી પણ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના પગલે ચકચાર મચી ગઇ હતી. શ્રદ્ધા રાજપુતની અરજી મળતાની સાથે જ પોલીસે ઇસુદાન ગઢવીને ઉઠાવી લીધા હતા. તેમને સીધા જ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે ખસેડવામાં આવ્યા હતા. શ્રદ્ધા રાજપુતે ઇસુદાન ગઢવી દારૂનાં નશામાં ચકચુર હોવાનો આરોપ લગાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસ દ્વારા વધી રહેલું ઘર્ષણ જોઇને બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. આપ અને ભાજપના કાર્યકરોને તથા આપના કાર્યકરોને વિખેર્યા હતા. પોલીસના બળ પ્રયોગથી થોડા સમય માટે ભાગા ભાગી અને દોડાદોડીનું વાતાવરણ સર્જાયું હતું. તો બીજી તરફ પોલીસે બાકી રહેલા આપના કાર્યકરોની અટકાયત કરી હતી. જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભાજપના નેતા શ્રદ્ધા રાજપુતે આપના નેતા ઇસુદાન ગઢવી નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવતા રાજકારણ ગરમાયું હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x