ગાંધીનગરગુજરાત

રાજ્યમાં ક્યા સેન્ટર પર PSI-LRD ભરતી પરીક્ષાની શારીરિક કસોટી કરાઈ રદ ? જાણો શું છે કારણ ?

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પોલીસ દળમાં પીએસઆઇ અને એલઆરડીની ભરતીની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ પ્રક્રિયાના ભાગરૂપે હાલ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સ્થળે શારિરીક કસોટી લેવામાં આવી રહી છે. જો કે ગાંધીનગર ખાતે યોજાનારી શારિરીક પરીક્ષા  રદ કરવામાં આવી છે. બાકીનાં અન્ય 14 સેન્ટરોમાં પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. એલઆરડી ભરતી પરીક્ષા બોર્ડના ચેરમેન અને આઇપીએસ  અઘિકારી હસમુખ પટેલે આ માહિતી આપી હતી.

વાઇબ્રન્ટ સમિટને કારણ તારીખ 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી શારિરીક પરીક્ષા  રદ કરવામાં આવી છે એવી સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ પરીક્ષા માટેની  નવી તારીખો પણ જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત પ્રમાણે હવે 31 જાન્યુઆરીથી 2  ફેબ્રુઆરી દરમિયાન શારિરીક પરીક્ષા  યોજાશે.

આ ઉપરાંત  જે ઉમેદવારે શારીરિક કસોટીની તારીખ બદલવા માટે અરજી કરી હતી તેમને મંજૂરી પણ ઇપાઈ છે. આ મંજૂરી મેળવનારની  યાદી વેબસાઇટ પર મુકવામાં આવી છે.

ગુજરાત પોલીસમાં ખાલી પડેલી પીએસઆઇ અને એલઆરડીની  જગ્યા ભરવા માટે રાજ્યના ગૃહ વિભાગ  દ્વારા હાલ ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યમા 15 સ્થળે શારિરીક કસોટીની  ચાલી રહી છે.  ગાંઘીનગર ખાતે ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજાવાને કારણે ગાંધીનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી પરીક્ષા રદ કરવામાં આવી છે . આ પરીક્ષા હવે 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.
એલઆરડી ભરતી પરીક્ષા બોર્ડના ચેરમેન અને આઇપીએસ  અઘિકારી હસમુખ પટેલે આ માહિતી આપી હતી.    મોટી સંખ્યામા ઉમેદવારોએ સામાજીક કે અનિવાર્ય કારણથી તારીખ બદલવા અરજી કરી હતી. જેની અરજી મળતા તારીખો બદલવામાં આવી છે. જેની યાદી પણ  વેબસાઇટ પર મુકવામાં આવી છે.  જે ઉમેદવારોની તારીખ બદલવામાં આવી છે તેમને નવા કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x