WHOએ આપી ચેતવણી : તમારા શરીરમાં આ ફેરફાર દેખાય તો જલ્દી ટેસ્ટ કરાવી લો! નહિંતર…
સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો ઓમિક્રોન અંગેની નવી નવી જાણકારીઓ એકત્રિત કરી રહ્યા છે. WHO દ્વારા પણ એવી ચેતવણી આપવામાં આવી છે કે, ઓમિક્રોન કોરોના વાયરસના કોઈ પણ વેરિએન્ટની સરખામણીએ ઝડપથી ફેલાય છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે લક્ષણો પર ધ્યાન ન આપવાની બેદરકારીના કારણે કેસની સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે.
આ કારણે જ હેલ્થ એક્સપર્ટ્સ લોકોને કોઈ પણ પ્રકારના લક્ષણો નજરઅંદાજ ન કરવાની સલાહ આપી રહ્યા છે. ડોક્ટર્સે ઓમિક્રોનના એક અસામાન્ય લક્ષણ અંગે જણાવ્યું છે જેના પર સામાન્ય રીતે લોકો ધ્યાન જ નથી આપતા. જોકે ઓમિક્રોનના મોટા ભાગના દર્દીઓમાં એક ખાસ લક્ષણ ચોક્કસ નોંધાયું છે અને તે છે ભૂખ ન લાગવી. જો તમને કેટલાક અન્ય લક્ષણોની સાથે ભૂખ નથી લાગી રહી તો તમારે કોઈ ડોક્ટર કે એક્સપર્ટની સલાહ લેવી જોઈએ અને ત્યાર બાદ કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ.