CBSE ટર્મ 1નું પરિણામ ક્યારે આવશે? બોર્ડના અધિકારીએ આપી આ માહિતી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) પાસે CBSE ટર્મ 1 ના પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માહિતી છે. બોર્ડ દ્વારા CBSE ધોરણ 10 અને 12ના પરિણામો પર અપડેટ આપવામાં આવ્યું છે. આ CBSE બોર્ટ ટર્મ 1 પરિણામ આજે, એટલે કે 24 જાન્યુઆરી 2022 ના રોજ રિલીઝ થવાના સંબંધમાં છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, CBSE 24 જાન્યુઆરી, સોમવારે ધોરણ 10 અને ધોરણ 12 ટર્મ 1 ના પરિણામ જાહેર કરશે. પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના પરીક્ષા નિયંત્રકે આ શક્યતાને નકારી કાઢી છે. જાણો શું કહ્યું CBSE પરીક્ષા નિયંત્રક…
NDTVના અહેવાલ મુજબ, CBSE પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે જણાવ્યું છે કે, CBSE ટર્મ 1 બોર્ડની પરીક્ષાનું પરિણામ 24 જાન્યુઆરી 2022 ના રોજ જાહેર કરવામાં આવશે નહીં.
CBSE દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને 12ની ટર્મ 1 પરીક્ષાના પરિણામો ક્યારે જાહેર થશે? CBSE પરિણામની તારીખ અંગે બોર્ડે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. આ અઠવાડિયે પરિણામ જાહેર થવાની ધારણા છે. આ સંબંધમાં સત્તાવાર અપડેટ CBSE બોર્ડની વેબસાઇટ cbse.gov.in પર આપવામાં આવશે.
CBSE result website: CBSE ટર્મ 1 નું પરિણામ ક્યાં તપાસવું?
cbseresults.nic.in / cbse.nic.in / cbse.gov.in
CBSE ટર્મ-1 પરિણામ કેવી રીતે ડાઉનલોડ કરવું
CBSEની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in ની મુલાકાત લો. ‘CBSE ધોરણ 10 ટર્મ 1 પરિણામ 2022’ અથવા ‘CBSE ધોરણ 12 પરિણામ 2022’ લિંક પર ક્લિક કરો. તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને વિગતો સબમિટ કરો. સબમિટ કર્યા પછી, તમે સ્ક્રીન પર ધોરણ 10 અને 12 ના પરિણામો જોશો. વિદ્યાર્થીઓને તેમનું પરિણામ સાચવવા અને ભવિષ્યમાં ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લેવાની સલાહ આપવામાં આવે છે.