ગાંધીનગર મનપાના ફાયર ઓફિસર મહેશ મોડ પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા
ગાંધીનગર :
ગાંધીનગર રીજિયોનલ ફાયર ઓફિસર મહેશ મોડને ફાયર પ્લાન મંજુર કરવાની અવેજીમાં 5 લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી પાડતા ચકચાર મચી છે. આ લાંચ પ્રકરણમાં તેમના સાળાએ પણ મહત્ત્વની ભૂમિકા અદા કરી હોવાનું પણ બહાર આવ્યું છે.
સુરત આગની ઘટના બન્યા બાદ રાજ્યમાં અનેકવાર આગના બનાવો સામે આવ્યા છે. આવા બનાવો ને બનતા અટકાવવા સરકાર દ્વારા ફાયર એનઓસીની અમલવારી શરૂ કરાવી હતી. ત્યારે આજે ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર ઓફિસર દ્વારા એનઓસી આપવાં માટે રૂ.૫ લાખ ની લાંચ લેવાની ઘટના સામે આવી છે. આજે અમદાવાદ એસીબીએ ગાંધીનગર ખાતે સેકટર ૧૭ માં આવેલ ફાયર બ્રિગેડ ની કચેરીમાં છટકું ગોઠવીને ફાયર ઓફિસર મહેશકુમાર રવિદાન મોડને રૂ.૫ લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ફાયર પ્લાન મંજૂર કરવા માટે પ્રિ એનઓસી આપવાના અવેજ પેટે રૂપિયાની માગણી કરી હતી.