આરોગ્યગુજરાત

Gujarat માં કોરોના રસીકરણની કામગીરી પૂરજોશમાં, 10 લાખ ડોઝ પુરા થતાં ઉજવણી કરાશે

ગુજરાતમાં(Gujarat)  જે રીતે કોરોના (Corona)  રસીકરણ થઈ રહ્યું છે નવો વિક્રમ બનશે.રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીના(Jitu Vaghani)  જણાવ્યા પ્રમાણે આરોગ્ય વિભાગ તરફથી ખૂબ જ સારી રીતે રસીકરણની કામગીરી થઈ રહી છે.. જે અંતર્ગત 9.80 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે.. આગામી સમયમાં જ્યારે રસીના ડોઝની સંખ્યા 10 કરોડનું લક્ષ્યાંક હાંસલ કરશે ત્યારે સરકાર તરફથી આ સફળતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત સરકાર તરફથી આ સફળતાની ખુશીમાં થીમ સોંગ લોન્ચ કરાશે.. સાથે જ કોફી ટેબલ બુક પણ લોંચ કરાશે. રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલ ખાતેથી 10 કરોડના લખાણવાળા બલુન હવામાં છોડવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 02 ફેબ્રુઆરીના રોજ કોરોના કેસમાં આંશિક વધારો નોંધાયો છે, આજે રાજયમાં કોરોનાના કુલ 8,934 કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોનાને કારણે કુલ 34 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો. એક દિવસમાં 8,934 નવા કેસ નોંધાયા.તો એક દિવસમાં રાજ્યમાં 34 લોકોનાં મોત થયા છે.અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3,309 કેસ સાથે 10 દર્દીના નિધન થયા.તો વડોદરા શહેરમાં કોરોનાના 1,512 કેસ સાથે 3 દર્દીનાં મોત નિપજ્યા. રાજકોટ શહેરમાં 320 કોરોના કેસ સાથે 4નાં મોત થયા. જ્યારે સુરત શહેરમાં કોરોનાના 265 કેસ અને 2 લોકોનાં મોત થયા છે. રાજકોટ ગ્રામ્યમાં 158 નવા દર્દી મળ્યા અને 1 દર્દીનું મૃત્યુ થયું.સુરત જિલ્લામાં પણ 248 પોઝિટિવ કેસ અને બે લોકોનાં નિધન થયા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x