અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા ૨.૫ થી વધારીને રૂ.૮ લાખ કરવા આવેદન અપાયું
ગાંધીનગર :
અનુસૂચિત જાતિ ના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા ૨.૫ થી વધારીને ૮ લાખ રૃપિયા કરવા ક્લેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું
ગાંધીનગર કલેક્ટરશ્રી ને આજ રોજ ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ ગાંધી નગર જિલ્લા દલિત સેના, શ્રી બાબુભાઈ મેસર વાલા સચિવ શ્રી ગુજરાત પ્રદેશ દલિત સેના અને શ્રી ઈશ્વરભાઈ પરમાર સામાજિક કાર્યકર દ્વારા અનુસૂચિત જાતિ અને અનુ સૂચિત જન જાતિ ના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા ૨.૫ થી વધારીને ૮ લાખ રૃપિયા કરવા માટે આવેદન પત્ર આપવામાં આવેલ છે. અનુસૂચિત જાતિ અને અનુ સૂચિત જનજાતિ વિધાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અંધ વચ્ચે થી છોડી દે છે તેઓ આગળ અભ્યાસ કરી શકતાં નથી તેથી આવક મર્યાદા ૨.૫ થી વધારીને ૮ લાખ રૃપિયા કરવા માટે વિનંતી કરવામાં આવી છે.