ગુજરાતમાં શાળાઓ ખોલવા અંગે ટુંક સમયમાં લેવાશે નિર્ણય, કેન્દ્રએ રાજ્ય સરકારને આપી આ સૂચના
કેન્દ્ર સરકારે (Central Government) દેશમાં શાળાઓ (Schools) ખોલવા અંગે રાજ્યોને મહત્વની સૂચના આપી છે. ફરી શાળાઓ શરૂ કરવા અંગે કેન્દ્ર સરકારે મોટો ફેરફાર કર્યો છે. દેશમાં કોરોનાના કેસ (Corona case) હજુ પણ વધી રહ્યા છે આમ છતા શાળાઓ શરૂ કરવા માટે બાળકોના માતા-પિતાની સંમતિ લેવી જરૂરી નથી તેવા સૂચન કર્યા છે.
દેશભરમાં ભલે કોરોનાના કેસ વધી રહ્યા હોય પરંતુ શાળાઓ શરુ કરવા અંગે હવે શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓના માતા-પિતાની સંમતિ નહીં લેવી પડે. જે જિલ્લામાં કોરોના પોઝિટિવ રેટ પાંચ ટકાથી ઓછો છે ત્યાં શાળા શરૂ કરી શકાશે. ફરી શાળાઓ શરૂ કરવા અંગે કેન્દ્ર સરકારે મોટો ફેરફાર કર્યો છે અને તમામ રાજ્ય સરકારોને પોતાની રીતે નિર્ણય લેવા માટે સૂચન કર્યું છે.
મહત્વનું છે કે 3 જાન્યુઆરીએ ગુજરાતમાં કોરોનાના 7, હજાર 606 નવા કેસ નોંધાયા. તો એક દિવસમાં રાજ્યમાં 34 લોકોનાં મોત થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3 હજાર 118 કેસ સાથે 10 દર્દીના નિધન થયા. તો વડોદરા શહેરમાં કોરોનાના 1127 કેસ સાથે 4 દર્દીનાં મોત નિપજ્યા. રાજકોટ શહેરમાં 238 કોરોના કેસ સાથે 2નાં મોત થયા. જ્યારે સુરત શહેરમાં કોરોનાના 227 કેસ અને 3 લોકોનાં મોત થયા છે. સુરત જિલ્લામાં પણ 162 પોઝિટિવ કેસ અને 3 લોકોનાં નિધન થયા.