રાષ્ટ્રીય

દેશમાં 12 માર્ચે યોજાનારી NEET PG examને લઈને સરકારે કરી મોટી જાહેરાત, જાણો

દેશમાં NEET PG exam ને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે નીટ પીજી 2022ની પરીક્ષાને ટાળી દેવામાં આવી છે. સરકારે કહ્યું કે, પરીક્ષાને 6થી 8 સપ્તાહ માટે ટાળવામાં આવી છે. મહત્વનું છે કે આ પરીક્ષાનું આયોજન 12 માર્ચે થવાનું હતું.

NBE દ્વારા કારણ કે આ NEET PG 2021 કાઉન્સેલિંગની સાથે સંઘર્ષ કરી રહી હતી. આ સિવાય ઘણા ઈન્ટરર્ન મે/2022 ના મહિના સુધી PG કાઉન્સેલિંગ 2022માં ભાગ નહીં લઈ શકે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઉપરના તથ્યોને ધ્યાનમાં રાખતા મંત્રીએ નીટ પીજી 2022 ને 6-8 સપ્તાહ કે યોગ્ય રીતે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

નીટ પીજી પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ આજે સુનાવણી થવાની હતી. ઘણા વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે નીટ પરીક્ષાને હાલ ટાળી દેવી જોઈએ. આ અરજી પર જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચ સુનાવણી કરવાની હતી. અરજીકર્તાઓએ પોતાની અરજીમાં મેડિકલ ઇન્ટર્નશિપનો હવાલો આપ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ પૂરી થઈ નથી. તેનું કહેવું છે કે એક સાથે બે બેચને કઈ રીતે સીટ ઉપલબ્ધ કરાવી શકાય છે. તેથી 12 માર્ચે પરીક્ષાનું આયોજન કરવું યોગ્ય નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x