ગાંધીનગરગુજરાત

મહાનગરપાલિકાનું બજેટ પેપરલેસ કરવાનો નિર્ણય, પાલિકાએ તમામ કોર્પોરેટરોને લેપટોપ આપ્યા

સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) ની સ્થાયી સમિતિમાં પાલિકાનું બજેટ પેપરલેસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વખતે બજેટમાં સ્થાયી સમિતિના સભ્યોને બજેટ (Budget) ની ફીજીકલ કોપી આપવામા આવી નહીં. પાલિકાએ દરેક કોર્પોરેટરો (corporator) ને લેપટોપ (Laptop) આપ્યા છે તેથી પાલિકા પેન ડ્રાઈવમાં બજેટની કોપી આપવામા આવી તેનો ઉપયોગ કરીને સ્થાયી સમિતિમાં સભ્યો બજેટ પર ચચા કરી. સ્થાયી સમિતિ (Standing Committee) માં જે રીતે બજેટની સોફ્ટ કોપી આપવામા આવી છે તેવી જ રીતે સામાન્ય સભામા પણ સોફ્ટ કોપી (Soft copy) જ આપવામા આવી હતી જેમાં આજે બેઠકમાં આ પેપર લેશ પહેલી બેઠક ગુજરાતમાં પહેલી પાલિકા છે.

આજે સોમવારે ના સુરત મહાનગપાલિકાની સ્થાયી સમિતિમાં ડ્રાફ્ટ બજેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુરત મ્યુનિ.ના સ્થાયી સમિતિના બજેટમાં પહેલી વાર સ્થાયી સમિતિના તમામ સભ્યોને બજેટની હાર્ડ કોપી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. બજેટની સ્થાયી સમિતિ માટે જે એજન્ડા કાઢવામાં આવ્યો છે તેમાં જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સભામા આવનાર સભ્યોએ લેપટોપ અને પેન ડ્રાઈવ લઈને આવવાનું રહેશે.

જો પાલિકા તંત્ર બજેટની સામાન્ય સભા પેપર લેસ કરશે તો પાલિકાએ આપેલા લેપટોપનો સાચો ઉપયોગ કર્પોરેટરો કરશે. પરંતુ કેટલાક કોર્પોરેટરો એવા પણ છે તેને લેપટોપનો પુરો ઉપયોગ કરતા નથી આવડતું તેવા લોકો માટે પેપર લેસ સામાન્ય સભા મુશ્કેલી ઉભી કરી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.પણ ગુજરાતની પહેલી પાલિકા હશે જે આજે પેપર લેશ ની કામગીરી શરૂ કરી જો તમામ પ્રયોગો સફળ રહેશે તો આવનારા દિવસોમાં પાલિકા દ્વારા તમામ કામગીરી આવી રીતે પેપર લેશ કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x