રાજ્યમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ગરીબ કલ્યાણ મેળા, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દાહોદથી કરાવશે પ્રારંભ
ગુજરાત (Gujarat)માં અનેક રાજ્ય અને કેન્દ્ર સહાયિત યોજનાઓ કાર્યરત્ છે. આ યોજનાઓ ગરીબી નિર્મૂલન અને સ્વાવલંબી બનાવવા શરૂ કરવામાં આવી છે. આવી જ એક યોજના ગરીબ કલ્યાણ મેળા થકી આપવામાં આવે છે. ગુજરાત સરકાર (Government of Gujarat) દ્વારા હવે ગરીબ કલ્યાણ મેળા (Garib Kalyan Mela) યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે. 24થી 26 ફેબ્રુઆરી વચ્ચે ગરીબ કલ્યાણ મેળા યોજાશે. જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે.
રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળા કરવાનો નિર્ણય કર્યો છે. 24થી 26 ફેબ્રુઆરી વચ્ચે ગરીબ કલ્યાણ મેળા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દાહોદથી કરશે. ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત મુખ્યપ્રધાન 24 ફેબ્રુઆરીના રોજ દાહોદમાં 25 ફેબ્રુઆરીના રોજ મોરબીમાં અને 26 ફેબ્રુઆરીના રોજ અમરેલીમાં હાજરી આપશે. ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થી કીટ, સાયકલ વિતરણ અને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે. તમામ જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓને હાજર રહેવા પણ સરકારે સૂચના આપી છે.