ગુજરાત

અમદાવાદ બ્લાસ્ટ કેસના આરોપીઓની સજા અંગે આજે સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી, કોર્ટે 49 આરોપીઓને કર્યા છે દોષિત જાહેર

વર્ષ 2008 અમદાવાદ(Ahmedabad) સિરિયલ બોમ્બ બ્લાસ્ટ(Bomb Blast) કેસમાં દોષિત જાહેર કરાયેલા આરોપીની સજા અંગે કોર્ટે મૌખિક અવલોકન કર્યું હતુ, સજાના ઓર્ડર માટે આજે સુનાવણી (Hearing) હાથ ધરાશે.

આ કેસમાં સ્પેશ્યલ કોર્ટમાં 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તમામ આરોપીને કોર્ટમાં લાવી દેવામા આવ્યા બાદ બંને પક્ષે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી. બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દતની માંગ કરી હતી, જેની સામે કોર્ટે કહ્યું કે એવી કઇ જોગવાઈ છે એ બતાવો. બચાવ પક્ષે રજુઆત કરી હતી કે દોષીતોને સુધારાનો અવકાશ આપવામાં આવે. આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમના પારીવારીક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવામાં આવે.

સામે પ્રોસિક્યુશ દ્વારા રજુઆત કરાઈ કે દોષીતોએ જઘન્ય અપરાધ કર્યો છે. તેને મહત્તમ સજા થવી જોઈએ, પ્રોસિક્યુશ દ્વારા રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ અપાયો હતો. પ્રોસિક્યુશને કોર્ટને રજુઆત કરી કે વાલ્મિકીઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. પ્રોસિક્યુશને રજુઆત કરી કે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.

કોર્ટે કહ્યું કે બચાવ પક્ષના વકીલો જેલમાં બંધ દોષીતોની આજે જ મુલાકાત લે. તેમનો પક્ષ જાણે અને બાદમાં કોર્ટમાં રજુઆત કરે. જયપુર, બેંગલુરું, ગયા, ભોપાલ અને અન્ય જેલોમાં બંધ કેદીઓની મેડિકલ ડિટેલ અને અન્ય ડોક્યુમેન્ટ્સ સાબરમતી સેન્ટ્રલ જેલ પર આજે સાંજ સુધીમાં મોકલી આપવા કોર્ટે નિર્દેશ આપ્યા છે આ સાથે 11 તારીખે સજાના ઓર્ડર માટે કોર્ટ સુનાવણી કરશે એવું મૌખિક અવલોકન કર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x