રમતગમત

શિખર ધવનના રુપમાં ત્રીજો ઝટકો, ટીમ ઇન્ડિયા એ ઝડપ થી ત્રીજી વિકેટ ગુમાવી

ભારતની નજર વેસ્ટ ઈન્ડિઝ સામેની ઔપચારિક ત્રીજી વનડેમાં ‘ક્લીન સ્વીપ’ પર હશે જ્યારે શિખર ધવન (Shikhar Dhawan) ની વાપસીએ બેટિંગને વધુ મજબૂતી આપી છે. ભારતે પ્રથમ બે મેચમાં સરળ જીત નોંધાવી હતી. ODI સિરીઝની શરૂઆત પહેલા ઓપનર ધવન સહિત ચાર ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. હવે ધવનની વાપસી બાદ વિનિંગ ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર થઈ શકે છે. તેની ગેરહાજરીમાં ઈશાન કિશને (Ishan Kishan) પ્રથમ મેચમાં અને ઋષભ પંતે (Rishabh Pant) બીજી મેચમાં ઈનિંગની શરૂઆત કરી હતી.

બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ પ્રતિષ્ઠા બચાવવા માટે રમશે. છેલ્લી 17 મેચોમાં તે 11મી વખત સંપૂર્ણ 50 ઓવર પણ રમી શકી નહોતી. કેપ્ટન કિરોન પોલાર્ડ અને ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે જવાબદારીપૂર્વક રમવું પડશે. શાઈ હોપ, બ્રેન્ડન કિંગ અને નિકોલસ પૂરન પાસેથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે જેઓ ક્લીન સ્વીપ ટાળવાનો પ્રયાસ કરશે.

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા

વેસ્ટ ઇન્ડિઝઃ વેસ્ટ ઈન્ડિઝઃ શાઈ હોપ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન, ડેરેન બ્રાવો, શમારા બ્રૂક્સ, જેસન હોલ્ડર, હેડન વોલ્શ જુનિયર, ફેબિયન એલન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ, કેમર રોચ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x