રાષ્ટ્રીય

ખેડૂતો માટે ખુશખબર, ડ્રોનથી થશે યુરિયાનો છંટકાવ, પહેલું ટ્રાયલ રહ્યું સફળ

ખેડૂતો (Farmer)ની સુવિધા માટે નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ શુક્રવારે ગુજરાતના માણસામાં ડ્રોન દ્વારા યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉ.મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ડ્રોનના માધ્યમથી ખેતરોમાં યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, જે સફળ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ બજેટ બાદ સાંસદો સાથેની વાતચીતમાં ઉલ્લેખ કર્યો હતો કે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને કૃષિમાં કેવી રીતે ખેડૂતોને સુલભ બનાવી શકાય છે

કૃષિ ડ્રોન ટેક્નોલોજીના સફળ ઉપયોગ બાદ ડૉ. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું કે આ નવા ભારતની ખેતી છે. નેનો યુરિયા એગ્રીકલ્ચર ડ્રોન…વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા નવીનતા અને ટેકનોલોજી પર ભાર મૂક્યો છે. માણસા, ગાંધીનગરમાં IFFCO દ્વારા કૃષિ ડ્રોન દ્વારા ઉત્પાદિત પ્રવાહી નેનો યુરિયાનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આનાથી કૃષિ ઉપજમાં વધારો થશે.

કૃષિ ડ્રોન ટેકનોલોજી શું છે

જો ખેતરોમાં ખાતર છાંટવામાં આવે તો તેના માટે ખેડૂતે ખેતરમાં ઉતરવું પડે છે. આ સાથે આવા કોઈપણ ખાતરને હાથ વડે છાંટવામાં આવે છે. કેટલીકવાર ખાતરોનું અસમાન વિતરણ થાય છે. એગ્રીકલ્ચર ડ્રોન ટેક્નોલોજી દ્વારા ડ્રોનમાં લિક્વિડ યુરિયા ભરવામાં આવે છે. આ સાથે ડ્રોનને એક નિશ્ચિત ઉંચાઈ પર લઈ જવામાં આવે છે. ત્યારબાદ ત્યાંથી યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે.

ઊંચાઈવાળા સ્થળોએ વધુ ફાયદાકારક

કૃષિ નિષ્ણાતોના મતે, ઘણી વખત સીડી જેવા ખેતરોમાં બિયારણ પહોંચાડવાનું કામ પણ આ કૃષિ ડ્રોન ટેક્નોલોજીથી કરી શકાય છે. આ સાથે આ ખેતરોમાં યુરિયાનો છંટકાવથી પણ ઘણો ફાયદો થશે અને ખેડૂતોને કપરા ચઢાણ પણ ઓછા કરવા પડશે.

ખેડૂતોને ફાયદો થશે

જ્યારે ખેડૂત ખેતરોમાં યુરિયાનો છંટકાવ કરવા જાય છે, ત્યારે ઘણી વખત તેને પાણી ભરાયેલા અથવા કીચડવાળા ખેતરોમાં ઉતરવું પડે છે. કૃષિ ડ્રોન ટેક્નોલોજીના આગમનથી, ખેડૂતોને આવા કોઈ ખેતરમાં ઉતરવું પડશે નહીં, જેનાથી તેમના પગને આરામ મળે. એવું બને છે કે કાદવમાં વધુ પડતા ઘૂસવાથી, ઘણી વખત ખેડૂતોના પગના તળિયા બગડી જાય છે. નવી ટેક્નોલોજીથી ખેડૂતો આવી કોઈપણ મુશ્કેલીમાંથી બચી જશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x