પાટનગર 9.4 ડિગ્રીમાં ઠુંઠવાયું, ગુજરાતમાં ફરી એકવાર ઠંડીના રાઉન્ડની શરૂઆત
ગાંધીનગર :
રાજ્યમાં ઠંડીના ચમકારામાં સાધારણ વધારો નોંધાયો છે. ગત રાત્રિએ નલિયા, ગાંધીનગરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જેમાં નલિયા ૮ ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું હતું. ગાંધીનગરમાં આગામી ૩ દિવસ ૧૨ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે.
ગાંધીનગરમાં ગત રાત્રિએ ૯.૪ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ૧૧.૯ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો જ્યારે ૩૦.૯ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં ૧૩ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે.
રાજ્યમાંથી અન્યત્ર વડોદરામાં ૧૧, ડીસામાં ૧૨, રાજકોટ-જુનાગઢમાં ૧૨.૭, ભૂજમાં ૧૩.૬, કંડલામાં ૧૪, ભાવનગરમાં ૧૪.૨, પોરબંદરમાં ૧૫.૮, સુરતમાં ૧૬.૧ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ૨-૩ દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ ત્યારબાદ બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે.