ગુજરાત

રાજકોટમાં મનપા જુનિયર ક્લાર્કની ભરતીમાં કૌભાંડનો ગંભીર આક્ષેપ

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સરકારી ભરતીને લઈને વિવાદ સર્જાઈ રહ્યો છે. ત્યારે વઘુમાં ફરી એક ભરતીને લઈને વિવાદ સામે આવ્યો છે. જેમા રાજકોટમાં મનપા જુનિયર ક્લાર્કની ભરતીને લઈને વિવાદ થયો છે. 122 જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ થયો છે. જેથી આ ભરતી વિવાદને લઈને ફરી રાજકોટ ચર્ચામાં આવ્યું છે.

નાપાસ પરીક્ષાર્થીઓને હાજર થવા ઓર્ડર

સમગ્ર મુદ્દે હાલ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેમા CPTની પરિક્ષામાં ફેલ થયેલા લોકોની નિમણૂંકને લઈને આક્ષેપ કરવામાં આવ્યો છે. આપને જાણીને નવાઈ લાગશે કે 27 જેટલા પરીક્ષાર્થીઓ કે જેઓ નાપાસ થયા હતા તેમને હાજર થવા ઓર્ડર આપવામાં આવ્યો તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

ફાઈનલ ઓર્ડરની યાદીમાં સુધારો કરાયો 

જોકે આ વિવાદને કારણે RMC દ્વારા ફાઈનલ ઓર્ડરની યાદી સુધારો કરવામાં આવ્યો છે. સાથેજ મુખ્ય પરિક્ષામાં તેમજ CPTની પરીત્રામાં જે પણ પરીક્ષાર્થીઓ પાસ હોય તેવા અરજદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ સમાવેશ સમગ્ર મામલે ભરતીને લઈને જે વિવાદ થયો તેના બાદ કરવામાં આવ્યો છે.

રિઝલ્ટમાં સુધારો કરી ફરી મુકવામાં આવ્યું 

ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેટલાક અરજદારો દ્વારા આ સમગ્ર મુદ્દે કેટલાક અરજદારો , મેયર અને કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખીને મેયર દ્વારા રિઝલ્ટમાં સુધારો કરવાની સૂચના આપાવામાં આવી હતી. જે સૂચના આપ્યા બાદ રિઝલ્ટમાં સુધારો કરીને તેને ફરી મુકવામાં આવ્યું.

જોકે સમગ્ર મામલે અમુક સળગતા સવાલો ઉઠી રહ્યા છે, જેમકે 

  • રાજકોટ મનપા જુનિયર ક્લાર્કની ભરતીમાં કૌભાંડ થયું છે?
  • CPT પરીક્ષામાં ફેલ થયેલા લોકોને નિમણૂંક કેવી રીતે અપાઇ?
  • 27 જેટલા નાપાસ પરીક્ષાર્થીને ઓર્ડર કેમ આપી દેવાયા હતા?
  • સરકારી ભરતી પારદર્શક રીતે ક્યારે થશે?
  • શું તમે ભરતી પારદર્શક કરવા માટે સક્ષમ નથી?
  • કોઇ તમારું ધ્યાન દોરે પછી જ પગલા લેશો?
  • ભરતીમાં ગેરરીતિ મામલે તપાસ કરવામાં આવશે?
  • જવાબદારો સામે પગલા લેવામાં આવશે ખરા?
  • ભરતીમાં ગેરરીતિ આચરી ઉમેદવારો સાથે અન્યાય કેમ કરો છો?
  • તમારે ગેરરીતિ જ કરવી હોય તો ભરતી શા માટે બહાર પાડો છો?

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x