શિક્ષાપત્રી ફાઉન્ડેશનનાં સૌજન્યથી સરગાસણમાં સૌ પ્રથમ વખત મહાશિવરાત્રીના દિવસે બાર જ્યોતિર્લિંગના ભવ્ય દર્શન
ગાંધીનગર :
શિક્ષાપત્રી ફાઉન્ડેશનનાં સૌજન્યથી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા સરગાસમાં સૌ પ્રથમ વખત મહાશિવરાત્રીના દિવસે બાર જ્યોતિર્લિંગના ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવેલ છે.
મહાશિવરાત્રીનો પાવન પર્વ ધામ-ધુમથી સમગ્ર ભારત ભરમાં ઉજવાય છે. ૧૨ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી શિવભક્તોને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અને જ્યોતિર્લિંગ શિવ પિતાના સ્મરણ દ્વારા જીવનના સર્વ દુઃખો સમાપ્ત થાય છે.
પરમપિતા શિવ પરમાત્મા સર્વનાં કલ્યાણકારી પિતા સર્વ મનુષ્ય આત્માઓનું કલ્યાણ કરવા અવતરિત થઈ ચુક્યા છે. ભાગવત ગીતાના વાયદા પ્રમાણે ધર્મગ્લાનિ સમયે પરમાત્મા અવતરિત થઈ ફરીથી આ દુનિયાને પતિતમાંથી પાવન બતાવે છે અને મનુષ્ય આત્માઓને સાચી સુખ શાંતિનો માર્ગ બતાવે છે.
શું આપ જાણો છો ?
આધ્યાત્મિક જ્ઞાન દ્વારા તનાંવમુક્તિનો માર્ગ, યોગ દ્વારા સાચી શાંતિની પ્રાપ્તિ, સુખમય જીવન જીવવાની કલા તો રાજ્યોગ દ્વારા તનાવમુક્તિ શિબીરનો લાભ લો. આ શિબીર વિનાંમૂલ્યે રાખવામાં આવેલી છે.
બાર જ્યોતિર્લિંગ દર્શનની ઝાંખી
તારીખ : ૧-૩-૨૦૨૨ મહાશિવરાત્રીના દિવસે દર્શનનો સમય : સવારે ૭.૦૦ થી રાત્રે ૯.૦૦
આરતીનો સમય : સવારે ૮.૦૦, સાંજે ૫.૩૦,
સ્થળ : શિક્ષાપત્રી ગ્રુપનું મેદાન, શાન્તમ પાર્ટી પ્લોટની બાજુમાં, મહાદેવજીના મંદિરની બાજુમાં, સરગાસણ
તનાવમુક્ત માટે રાજયોગ શિબિર
તારીખ : ૨-૩-૨૦૨૨ થી ૮-૩-૨૦૨૨
સમય: સવારે ૮.૦૦ થી ૯.૦૦
સાંજે ૪.૩૦ થી ૫.૩૦,
રાત્રે ૮.૦૦ થી ૯.૦૦
સ્થળ : ૨૫, પારિજાત હોમ્સ, શાન્તમ પાર્ટી પ્લોટની બાજુમાં, ખ-૦ ક્રોસ રોડ, સરગાસણ.