રશિયાએ કરેલ હુમલામાં આટલા લોકોના થયા મોત થયાનો યુક્રેને કર્યો દાવો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી છે. રશિયાએ યુક્રેનના વિવિધ શહેરો પર મિસાઈલો વડે હુમલા શરૂ કરી દીધા છે. તો બીજી તરફ પુતિને એમ પણ કહ્યું કે યુક્રેન-રશિયા યુદ્ધ ટાળી શકાય નહીં. વ્લાદિમીર પુતિન તરફથી કહેવામાં આવ્યું છે કે રશિયા વિશેષ સૈન્ય અભિયાન શરૂ કરી રહ્યું છે. તેનો ધ્યેય યુક્રેનને બિનલશ્કરીકરણ કરવાનો છે.
દેશમાં યુદ્ધની સ્થિતિ સર્જાયા બાદ યુક્રેને તેના દેશની અંદર સિવિલ એરક્રાફ્ટની ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો છે. NOTAM (એર મિશન માટે નોટિસ) જારી કરવામાં આવી છે. જેના કારણે ભારતીયોને લાવવા રવાના થયેલી એર ઈન્ડિયાની બીજી સ્પેશિયલ ફ્લાઈટ AI-1947 ખાલી હાથે પરત ફરી રહી છે. આ જહાજ આજે સવારે યુક્રેનના બોરીસ્પિલ એરપોર્ટ માટે રવાના થયું હતું, પરંતુ હવે પરત ફરી રહ્યું છે.
રશિયાની તરફથી થયેલા હુમલામાં યુક્રેને સૌથી મોટો દાવો કર્યો છે કે રશિયાના હુમલામાં અત્યાર સુધી 300 લોકોના મોત નિપજ્યા છે. તેમના તમામ સૈન્ય ઠેકાણોને પણ તબાહ કરી દીધા છે.