યુદ્ધના કારણે મોંઘવારી સાતમાં આસમાને, પેટ્રોલ ડીઝલ સહિત આ તમામ ચીજોના ભાવ વધી જશે
એક તરફ વિશ્વ આખુ કોરોના સામે ઝઝૂમી રહ્યુ છે તો બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ. આ બંને દેશો વચ્ચે યુદ્ધ શરુ થતા વૈશ્વિક બજારો પર તેની માઠી અસર જોવા મળી છે. આર્થિક બાબતોના નિષ્ણાત અને ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગના જણાવ્યા અનુસાર ભારત પર યુક્રેન સંકટની તાત્કાલિક અસર ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ પર જોવા મળી શકે છે. જો ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થશે તો ઓઈલ કંપનીઓની ખોટ વધી જશે અને આગામી દિવસોમાં તેમને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડશે. એકવાર આ ભાવ વધ્યા પછી તેની અસર વધતી જતા ફુગાવાના સ્વરૂપમાં ચારે બાજુ જોવા મળશે.
તેલની કિંમતોમાં વધારો
ભારત તેની મોટાભાગની તેલ જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે. તેલની વધતી કિંમતો ભારતીય અર્થવ્યવસ્થાને ઘણી અસર કરી શકે છે. ભારતનું આયાત બિલ પણ વધશે, જેની અસર દેશની આર્થિક સ્થિતિ પર પણ પડશે.આ સાથે યુક્રેનથી કુદરતી ગેસની પણ આયાત કરવામાં આવે છે. ત્યાંની કટોકટીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની કિંમતો પણ વધી રહી છે, જે આગામી દિવસોમાં ગેસના ઊંચા ભાવના સ્વરૂપે ગ્રાહકો પર મોટો બોજ બની શકે છે.નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ આ વાત માની છે કે રશિયા-યુક્રેનની યુદ્ધની સ્થિતિનો વેપારમાં કોઇ સીધો ફરક પડશે નહી પરંતુ વૈશ્વિક તણાવને કારણે તેલની વધતી કિંમતોની અસર ભારતના અર્થતંત્ર માટે પડકારરૂપ છે. કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલર સુધી પહોંચી ગઈ છે.
ભારતીય વિદ્યાર્થીઓને મુશ્કેલી
રશિયા અને યુક્રેન બંને સાથે ભારતના વેપાર સંબંધો છે. ઉપરાંત આ બંને દેશોમાં ભારતીય નાગરિકો રહે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ યુક્રેનમાં છે. રશિયામાં પણ વિદ્યાર્થીઓની રહે છે ત્યાં નોકરી કરતા લોકો પણ છે. રશિયામાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, લગભગ 14,000 ભારતીયો રશિયામાં રહે છે. તેમાં 5 હજાર જેટલા વિદ્યાર્થીઓ છે. તે જ સમયે, 500 ઉદ્યોગપતિઓ છે. યુક્રેનમાં મેડિકલ વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. અહીં લગભગ 18 થી 20 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.આવા સમયે ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં રહીને અભ્યાસ કરવામાં સંકટનો સામનો કરવો પડી શકે છે. કારણ કે યુદ્ધની સ્થિતિમાં અભ્યાસ બગડશે જેની સીધી અસરતેઓના ખિસ્સા પર જોવા મળશે. વળી ભારત પરત ફરવા માટે વધારે ટિકિટ ખર્ચ આપવો પડશે.
આ વસ્તુઓમાં ભારતને થશે સીધી અસર
- યુક્રેન વિશ્વમાં સૌથી વધુ શુદ્ધ સૂર્યમુખીની નિકાસ કરે છે. યુક્રેન પછી, રિફાઇન્ડ સપ્લાયમાં રશિયા નંબર વન છે. જો બંને દેશો વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ ચાલશે તો ઘરોમાં વપરાતા સૂર્યમુખી તેલની અછત સર્જાઈ શકે છે.
- ભારત માટે યુક્રેનનું બજાર ખાતર માટે પણ મોટું છે. ભારતમાંથી ખાતર મોટા પ્રમાણમાં આવે છે. ઉપરાંત યુક્રેન ભારતીય નૌકાદળની કેટલીક ટર્બાઈન પણ યુક્રેન વેચે છે.
- રશિયાથી મોતી, કિંમતી પથ્થરો, ધાતુઓની આયાત કરવામાં આવે છે. જેમાંથી ઘણી ઘાતુઓનો ઉપયોગ સ્માર્ટફોન અને કોમ્પ્યુટર બનાવવા માટે થાય છે.