સર્વ વિધાલય કેમ્પસ, કડી ખાતે હર્ષોલ્લાસ સાથે મહિલા ક્વિસની ભવ્ય ઉજવણી કરાઈ
ગાંધીનગર :
સર્વ વિધાલય કેમ્પસ, કડી ખાતે હર્ષોલ્લાસ સાથે મહિલા ક્વિસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
નારી એ સમાજની ધરોહર છે. જ્યાં નારી નું સન્માન થાય છે, તે સમાજ મહાન બને છે. મહિલાઓ થકી પરિવાર પણ સંસ્કારી બને છે. મહિલાઓ જન્મે ત્યારથી અંતિમ સંસ્કાર પામે ત્યાં સુધી તેની યાત્રા સમાજ ઉત્થાન માટે જ રહે છે. સ્ત્રી નું જીવન એક પડકાર છે. દીકરીઓને જ્યાં જ્યાં તક મળે ત્યાં તે અત્યંત તેજસ્વી પુરવાર થઇ છે. મહિ ઓ જે રીતે જીવનમાં જીવે છે, તે દ્વારા બીજા લોકોને પ્રોત્સાહિત કરે છે. મહિલાઓ બુધ્ધિના ઉપયોગ દ્વારા વિશ્વનું અનોખું સર્જન કરી રહી છે. શિક્ષણની સાથે સાથે વિધાર્થીઓ સારા નાગરિક બને તેવા પ્રયત્નો હર હંમેશ સર્વ વિધાલય સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિને યોજાયેલા કાર્યક્રમ ગ્રુપ ડાન્સમાં ૫૬ મહિલા કર્મચારીઓએ અને વન મિનીટ ગેમ-શો માં ૨૦૦ મહિલા કર્મચારીઓએ ભાગ લીધો હતો. દિવ્યા પ્રજાપતિ, રાહી પટેલ અને રેશ્મા શાહ હાજર રહી નિર્ણાયક તરીકે નિષ્પક્ષ પરિણામો આપી વિજેતા જાહેર કર્યા હતા. સર્વ વિધાલય કેમ્પસ કડી અને ગાંધીનગર સંસ્થામાં સેવારત ૧૦૬૮ મહિલા કર્મચારીઓ તથા ૧૮૦૪૧ અભ્યાસરત વિધાર્થીની બહેનાના ગૌરવ સાથે સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ એમ. પટેલ સાહેબે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સંસ્થાના મંત્રી ડૉ.મણીભાઇ પટેલ, શારદાબેન પટેલ, કેમ્પસ ડાયરેક્ટર ડો.અજયભાઈ ગોર, ભવકુંજ સ્કુલનાં માનશીબેન પટેલ, શાળા / કોલેજના પ્રિન્સીપાલ અને કેમ્પસની મહિલા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમનું આયોજન વુમન ડેવલોપમેન્ટ સેલ ના કો ઓર્ડીનેટર પ્રીતીબેન સાલ્વી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.