રાજસ્થાનના એક બિઝનેસમેને ચંદ્ર પર જમીન ખરીદી
રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના એનઆરઆઇ બિઝનેસમેને ચંદ્ર પર ૧૪ એકર જમીન ખરીદી છે. આ બિઝનેસમેનનું કહેવું છે કે, ચંદ્ર પર જમીન ખરીદવાની સાથે તેને ચંદ્રની નાગરિકતા પણ મળી ગઈ છે. વેપારીએ કહ્યું કે તેને જમીનના દસ્તાવેજાે સાથે ઘણા અધિકારો આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, ચંદ્રની નાગરિકતા તેમને લુના સોસાયટી દ્વારા આપવામાં આવી છે.
હોટેલિયર અભિલાષ જાંગીડે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ફ્લોરિડામાં હતા ત્યારે લુનર સોસાયટીએ જાહેરાત કરી હતી કે તેઓ ચંદ્ર પર જમીન વેચી રહ્યા છે. આ જાહેરાત બાદ ચંદ્ર પર જમીન ખરીદવા અંગે ઉત્સુકતા વધી ગઈ હતી અને આ માટે અમે ઓનલાઈન અરજી કરી અને ત્યાં જમીન ખરીદી હતી. સોસાયટી દ્વારા તેમને મિલકતના કાગળો આપવામાં આવ્યા હતા અને સોસાયટી દ્વારા બોર્ડિંગ પાસ અને ટિકિટ પણ આપવામાં આવી છે.