શ્યામજી કૃષ્ણવર્મા વસાહત સેક્ટર-૭ ખાતે મહિલા દિનની “સાર્થક” ઉજવણી
ગાંધીનગર :
ગાંધીનગરમાં સેક્ટર-૭માં શ્રી શ્યામજી કૃષ્ણવર્મા વસાહત ખાતે સાર્થક ફાઉન્ડેશન દ્વારા આયોજિત વિશ્વ મહિલા દિવસની ઉજવણીમાં ૩૦૦જેટલી મહિલાઓએ વિવિધ મનોરંજક રમતો અને કરાઓકે સંગીત વગેરેનો મનભરીને આનંદ માણ્યો હતો. આ પ્રસંગે શહેરના મેયર હિતેશભાઈ મકવાણા, સ્થાનિક કોર્પોરેટર્સ તેજલબેન નાઈ, મીનાબેન પટેલ અને મહેન્દ્રભાઈ પટેલ દાસ તેમજ લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિનાના પૂર્વ અધ્યક્ષ મમતાબેન રાવલ અને સાર્થક ફોઉન્ડેશનના અધ્યક્ષ ક્રિષ્નાબા રાજપૂત વગેરે હાજર રહ્યા હતા. સાર્થક મહીલા દિવસની ઉજવણીના મુખ્ય મેહમાન હિતેશભાઈ મકવાણાએ મહિલાઓને સંબોધતા કહ્યું હતું કે “આજના આ કાર્યક્રમનું આયોજન ખુબજ સુંદર રીતે કરવામાં આવ્યું છે તથા આજનો દિવસ મહિલાઓનો હોવાથી આજ આપ સર્વ મહિલાઓએ જ બોલવાનું હોય છે” તેમ કહીને તેમણે મહિલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. મમતાબેન રાવલે મહિલાઓને મોટીવટીનલ સ્પીચ આપી પ્રોત્સાહન પૂરું પડ્યું હતું.
મહિલા કોર્પોરેટર તેજલબેન નાઈએ કહ્યું “એક પુરુષ ભણે છે ત્યારે ફક્ત પુરુષ જ શિક્ષિત થાય છે પણ એક મહિલા ભણે છે ત્યારે આખો સમાજ તથા તેનો પરિવાર શિક્ષિત થાય છે”. મહેન્દ્રભાઈ પટેલએ મહિલા સશક્તિકરણની યોજનાઓ વિષે પણ માહિતી આપી હતી. સાર્થક ફાઉન્ડેશનના અધ્યક્ષ ક્રિષ્ણાબા રાજપૂતએ સંસ્થા વિષે માહિતી આપતા કહ્યું હતું કે “સાર્થક ફાઉન્ડેશન મહિલા સશક્તિકરણ ઉપર કામ કરી રહ્યું છે જેમાં છેવાડાના ગામડાઓમાં જઈ દીકરીઓને ગુડ ટચ બેડ ટચ, સનિટેરી પેડ વગેરે વિષે માહિતી આપવી, મહિલાઓને સમાજમાં પોતાની જાતે કર્યો કરી સશક્ત બનવું, સેલ્ફ ડિફન્સની શિબિરો યોજવી, કોરોના કાળમાં જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ, સેનિટાઇઝર અને માસ્કનું વિતરણ તથા ગરમી વિસ્તારની શાળામાં બાળકોને સ્ટેશનરી તેમજ બેગ વિતરણ વગેરે કાર્યોનો સમાવેશ થાય છે”. તેમણે મહિલાઓને પોતાની જાતે સશક્ત બની આ ઉજવણીને સાર્થક બનાવવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મહિલાઓએ વિવિધ મનોરંજક રમતો અને કરાઓકે સંગીત વગેરેનો મનભરીને આનંદ માણ્યો હતો જે પૈકી ક્રેક જેક ગેમના પ્રથમ વિજેતા બિકુબેન ચાવડા, દ્વિતીય વિજેતા સ્મૃતિબેન પટેલ, વેશભૂષા પ્રથમ વિજેતા અંતરકુંવરબા, દ્વિતિય વિજેતા રૂચિતાબેન હીરાની અને તૃતીય વિજેતા અલ્પાબેન જોશી, ફ્લૉ બલૂન ગેમમાં પ્રથમ વિજેતા અંકિતાબેન, દ્વિતિય વિજેતા સ્વાતિબેન ચૌહાણ અને તૃતીય વિજેતા ચૌહાણ ધર્મિષ્ટાબેન, ગીત-સંગીત પ્રથમ વિજેતા આસ્થાબેન પરમાર, દ્વિતીય વિજેતા સુનિતાબેન રાણા, તૃતીય વિજેતા રાજેશ્વરીબેન દવે અને સંગીત ખુરશીમાં પ્રથમ વિજેતા હસુમતિબેન રાઠોડ, દ્વિતીય વિજેતા શારદાબેન પરમાર, તૃતીય વિજેતા મલ્લિકાબેન રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૩૦૦જેટલી મહિલાઓ હાજરી આપી હતી તેમજ આ કાર્યક્રમના સમાપને મહિલાઓને અલ્પાહાર આપવામાં આવ્યો હતો.