ગાંધીનગર : ન્યુરોપંચ આયુર્વેદ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ઓરલ કેન્સર ડિટેકશન ચેક અપ કેમ્પ યોજાયો
ગાંધીનગર :
ગાંધીનગર ભાજપ યુવા મોરચાના સહયોગથી ભાજપ મેડિકલ સેલ દ્વારા તા.૨૦ માર્ચ ૨૦૨૨ ના રોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ વાગ્યા સુધી ન્યુરોપંચ આયુર્વેદ હોસ્પિટલ, બી-૧૯, પહેલો માળ, ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર, સેક્ટર ૨૧, ગાંધીનગર ખાતે નિઃશુલ્ક ઓરલ કેન્સર ડિટેકશન તથા સંપૂર્ણ ઓરલ હાઇજીન ચેક અપ કેમ્પ યોજાયો હતો. જેમાં ડૉ. અપેક્ષા વિનાયક પંડ્યા એ સેવાઓ આપી હતી. ૩૦ થી વધુ નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો અને ડૉ. અપેક્ષા એ તેઓને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું હતું. આયોજિત કેમ્પ ઓરલ કેન્સર ડિટેકશન હોવાથી ૧૧ નાગરિકો માં ઓ.એસ.એમ.એફ (OSMF) અને લાઇકેન પ્લેનસનું નિદાન પણ કરવામાં આવ્યું. કેમ્પ દરમ્યાન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલ, ગાંધીનગર બીજેપી ડોક્ટર સેલ ના પ્રેસિડેન્ટ શ્રી ડૉ. હસમુખભાઈ પટેલ તેમજ ગાંધીનગર બીજેપી ડૉક્ટર સેલ ના પ્રોગ્રામ ઇન્ચાર્જ શ્રી ડૉ. મિહિરભાઈ પટેલએ ખાસ હાજરી આપીને કેમ્પની શોભા વધારી હતી. તેઓએ દર્દીઓ સાથે વાતચીત કરી અને તેમને કેન્સર ની ગંભીરતા માટે જાગૃત કર્યા હતા.
ડૉ. અપેક્ષા પંડ્યાએ કેમ્પમાં આવેલા દરેક નાગરિકો ને નિઃશુલ્ક ટુથબ્રશ અને ટંગ ક્લીનર નું વિતરણ કર્યું હતું. તેઓએ નાગરિકોને દાંતની સાર સાંભળ માટે સલાહ સુચન આપીને સેવાનું એક ઉત્કૃષ્ઠ કાર્ય કર્યું. વધુમાં તેઓએ જણાવ્યું કે ભવિષ્યમાં આવા કોઈ પણ સેવા કાર્યો માટે તેઓ તત્પર છે.