ગાંધીનગર : કુડાસણ ખાતે આવેલી સાર્થક સ્કિમ માં બિલ્ડર સામે રહીશો દ્વારા કૌભાંડનો આરોપ
ગાંધીનગર :
ગાંધીનગરનાં કુડાસણ ખાતે ભાયજીપુરા રોડ ઉપર આવેલી સાર્થક સ્કિમ માં બિલ્ડર સામે રહીશો દ્વારા કૌભાંડનો આરોપ મુકવામાં આવ્યો છે. આ સ્કીમમાં બિલ્ડર સામે રહીશોએ છેતરપિંડી નો આક્ષેપ કર્યો છે. બિલ્ડરની ઓફિસે રજૂઆત કરવા જતાં જણાવ્યું હતું કે બિલ્ડર દ્વારા પાર્કિંગ નાં ૭૫૦૦૦ ઉઘરાવ્યા પછી સ્કીમમાં ૧૧૨ ફ્લેટ બનાવવામાં આવ્યા છે જ્યારે પાર્કિંગ ફક્ત ૯૦ ગાડીઓનું પાર્કિંગ જ બનાવવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં ભાઈજીપુરા રોડ આવેલા સાર્થક ધ સર્જક સોસાયટીના રહેવાસીઓએ બિલ્ડરની ઓફીસ ખાતે હોબાળો મચાવ્યો હતો. લાંબા સમયથી પાર્કિંગ સહિતની સુવિધાઓને લઈને સ્થાનિકો રવિવારે સર્જક બિલ્ડરની ઓફીસ ખાતે પહોંચી ગયા હતા. ભાઈજીપુરા રોડ પર સાર્થક પલ્સ મોલ ખાતે આવેલી ઓફીસમાં જઈ નાગરિકો પોતાની માંગણીઓ સાથે નીચે બેસી ગયા હતા. સાર્થક ધ સર્જક સોસાયટીના રહીશોના 50થી વધુ બહેનો-ભાઈઓએ હોબાળો મચાવતા ઈન્ફોસિટી પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને રજૂઆતો સાંભળીને કાયદાની રીતે આગળ વધવાની સલાહ આપી હોવાનું જાણવા મળ્યું છે. ફ્લેટ ધારકો દ્વારા પોલીસને રજૂઆત કરતાં અનેક આક્ષેપ કર્યા હતા. આ અંગે રહીશ અશ્વિનભાઈ પટેલે કહ્યું હતું કે,‘બિલ્ડર દ્વારા પહેલાં તો ડિસેમ્બર-2017માં પઝેશન આપવાનો વાયદો કરીને 2020માં પઝેશન આપ્યું હતું. ત્યારબાદ 112 ફ્લેટ્સ સામે પાર્કિંગ માત્ર 90 ગાડીઓનું જ બનાવવામાં આવ્યું છે. હાલના સમયે દરેક ઘરમાં એક કાર સામાન્ય વાત થઈ ગઈ છે ત્યારે પાર્કિંગની ગંભીર સમસ્યા સર્જાય છે. પાર્કિંગ માટે બિલ્ડરે દરેક પરિવાર પાસેથી 75 હજાર અને 4 બીએચકે 14 મકાન માલિકો પાસેથી દોઢ લાખ લીધેલા છે. જેની સામે પાર્કિંગની સુવિધા ઓછી છે.