PM નરેન્દ્ર મોદી કાલે આવશે ગુજરાતની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ
ગાંધીનગર :
દેશના PM નરેન્દ્ર મોદી આવતીકાલથી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. PM મોદી આગામી 18થી 20 એપ્રિલ દરમ્યાન ગુજરાતની મુલાકાત લેવાના છે. PM મોદી 18 એપ્રિલની સાંજે અમદાવાદ ખાતે પહોંચશે. ત્યાર બાદ તેઓ ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના મહત્વના કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. અને 18 એપ્રિલે રાત્રિ રોકાણ ગાંધીનગર સ્થિત રાજભવનમાં કરશે. બીજા દિવસે એટલે કે 19 એપ્રિલે સવારે PM મોદી બનાસકાંઠા જશે.
PM મોદીનો ગુજરાત પ્રવાસ :
18 એપ્રિલ
સાંજે ૫-૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન
સાંજે ૬ વાગ્યે ગાંંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત
ગાંધીનગર સ્થિત રાજભવનમાં રાત્રિ રોકાણ
19 એપ્રિલ
દિયોદરમાં બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
મહિલા પશુપાલકોના સંમેલનને સંબોધિત કરશે પીએમ
બપોરે ૧૨-૩૦ વાગ્યે જામનગરમાં આગમન
વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનારા આયુર્વેદિક કેન્દ્રનું ખાતમુહૂર્ત
ગાંધીનગર સ્થિત રાજભવનમાં રાત્રિ રોકાણ
૨૦ એપ્રિલ
મહાત્મા મંદિરમાં આયુષ મંત્રાલયની બે દિવસીય કોન્ફરન્સમાં હાજરી
બપોરે ૨ વાગ્યે દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધિત કરશે
સાંજે ૬-૧૫ વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાના
બનાસકાંઠાના દિયોદરમાં તેઓ બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ દરમ્યાન PM મહિલા પશુપાલકોના સંમેલનને સંબોધિત પણ કરશે. બનાસકાંઠા બાદ PM મોદી જામનગર પહોંચશે. જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનારા આયુર્વેદિક કેન્દ્રનું PMના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ તેમજ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન અને આયુષ પ્રધાન પણ ઉપસ્થિત રહેશે.
19 એપ્રિલે રાત્રે ગાંધીનગર રાજભવનમાં રાત્રિરોકાણ કર્યા બાદ 20 એપ્રિલના રોજ PM મોદી મહાત્મા મંદિરમાં આયુષ મંત્રાલયની બે દિવસીય કોન્ફરન્સનું ઉદ્દઘાટન કરશે. બપોર બાદ તેઓ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધિત કરશે. દાહોદથી અમદાવાદ પરત ફરી PM મોદી રાત્રે જ દિલ્હી જવા રવાના થશે.