ગાંધીનગર

ગાંધીનગર : સરકારી પથિકાશ્રમ હોટલના ટેન્ડરમાં કૌભાંડ!, હોટલ ગોકુલ દ્વારા સી.એ.નું 3 કરોડનું ખોટું સર્ટી બતાવી ટેન્ડર લીધાનો આક્ષેપ

ગાંધીનગર :

ગાંધીનગરમા સેકટર -11 માં આવેલ સરકારી પથિકાશ્રમ હોટલને સરકાર દ્વારા ખાનગી ધોરણે લોજીંગ અને બોર્ડિંગ માટે આપવાની ટેન્ડર પ્રક્રિયામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી રાંધેજાનાં મનીષ રમેશભાઈ ત્રિવેદીએ મુખ્યમંત્રી, માર્ગ મકાન મંત્રી તેમજ વિજીલન્સ કમિશનર સહીતના સંબંધિત વિભાગોમાં આધાર પુરાવા સાથે રજૂઆત કરી છે. લેખિત રજૂઆતમા જણાવ્યુ છે કે પથિકાશ્રમ હોટલને ખાનગી ધોરણે લોજિંગ અને બોર્ડિંગ માટે ભાડાપેટે ચલાવવા માટેનું ટેન્ડર પાટનગર યોજના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઇન ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ 27 મી મે 2020 હતી. આ ટેન્ડર પ્રક્રિયામાં તત્કાલીન ચીફ ઈજનેર પી.એન.ચૌધરીએ અંગત રસ લઈને પોતાની વગવાળી એજન્સીને ફાયદો કરાવવા ટેન્ડરની શરતોમાં ફેરફાર કરી દીધો હતો. વધુમાં આ ટેન્ડર માટે જે બે એજન્સીએ ટેન્ડર ભર્યું હતું તેની પાસે હોટલ સંચાલનનો કોઈપણ જાતનો અનુભવ પણ નથી. તેમ છતાં પોતાની મળતિયા એજન્સીને કામ મળે તે હેતુથી જોઈન્ટ વેન્ચરની જોગવાઈ કરી દેવામાં આવી હતી. એમાંય વળી ટેન્ડરમાં જોઈન્ટ વેન્ચર માત્ર નામ પુરતું માત્ર 10 ટકા જેટલું રજૂ કર્યું છે. આ ટેન્ડરમાં ભટોલ કન્સ્ટ્રક્શન દ્વારા ગાંધીનગરની હોટલ ગોકુલ સાથે જે જોઈન્ટ વેન્ચર કરાયું છે તેમાં હોટલ ગોકુળ માત્ર ડાઇનિંગ હોલ અને ગ્રેડ-3 પ્રકારનું ગેસ્ટ હાઉસ ચલાવે છે. જેની પાસે બેંકવેટ કે પાર્ટી પ્લોટ નથી. તેમજ જે.પી.ઈન્ફ્રા દ્વારા ગાંધીનગર હોટેલ સાથે જોઈન્ટ વેન્ચર કર્યું છે. જેમાં પણ પાર્ટી પ્લોટ નથી. વધુમાં અરજદારે ઉમેર્યું છે કે, ભટોલ કન્સ્ટ્રક્શન દ્વારા હોટલ ગોકુલ સાથે કરેલ જોઈન્ટ વેન્ચરમાં હોટલ ગોકુલના વાર્ષિક ટર્ન ઓવરમાં સી.એ.નું ખોટું સર્ટિફિકેટ મેળવીને વાર્ષિક ત્રણ કરોડનું ટર્ન ઓવર બતાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત જોઈન્ટ વેન્ચરની બંને કંપની દ્વારા બેંક સોલ્વન્સી પણ ખોટી રજૂ કરીને ટેન્ડર મેળવવામાં આવ્યું છે. આથી આ ટેન્ડર રદ કરીને આ કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મુખ્યમંત્રી સહિતનાં વિભાગમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x