ગાંધીનગરગુજરાત

ગુજરાત સરકાર પેટ્રોલ ડીઝલમાં ટેક્ષ નહીં ઘટાડે

ગાંધીનગર :

કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાવામાં આવ્યા છે, ત્યારે તમામની નજર રાજ્ય સરકાર તરફ મંડાઈ રહી છે. તમામ અપેક્ષા રાખી રહ્યાં છે કે, ગુજરાત સરકાર પણ સેસમાં ઘટાડો કરી અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરશે. પણ અહીંયા લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ પરની ડ્યુટી ઘટાડવાના મૂડમાં નથી. એક પત્રકારે આ અંગે સવાલ કરતા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી મૌન રહ્યા હતા. કેન્દ્ર સરકારના નિર્ણયને આવકર્યો એવો જવાબ રજૂ કર્યો હતો જ્યારે રાજ્ય સરકારે ડ્યુટી ઘટાડવા બાબતે છટકબારી શોધી હતી. જે ઈશારો કરે છે કે ગુજરાત સરકાર હાલમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં ટેક્સમાં કોઈ ઘટાડો કરવા માંગતી નથી.

મહત્વનું છે કે કેન્દ્ર સરકારની અપીલ બાદ કેરળ અને મહારાષ્ટ્રમાં સરકાર VAT ઘટાડી ઇંધણથી દાઝેલી જનતાને મલમ ચોપડ્યો છે. પણ ગુજરાત સરકારે ૭ રૂપિયાનો ઘટાડો પહેલેથી જ આપી દીધો હોવાથી આ વખતે સરકાર કોઈ વેટમાં ઘટાડો કરે એવું કંઇ જ દેખાતું નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x