આરોગ્ય

શું ભારતમાં પણ થઈ મંકીપોક્સની એન્ટ્રી ? જાણો વઘુ

વિશ્વમાં મંકીપોક્સના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધી આ બીમારી 20થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, અત્યાર સુધીમાં મંકીપોક્સના લગભગ 200 કેસોની પુષ્ટિ થઈ છે. ભારતમાં પણ આ વાયરસને લઈ સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

ગાઝિયાબાદના સીએમઓના જણાવ્યા મુજબ, એક 5 વર્ષની બાળકીને તેના શરીર પર ખંજવાળ અને ફોલ્લીઓની ફરિયાદ હતી. તેને અન્ય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા નથી અને ન તો તેના પરિવારજનો કે નજીકના સંબંધીએ છેલ્લા એક મહિનામાં વિદેશ પ્રવાસ કર્યો છે. તેમ છતાં સાવચેની પગલાં તરીકે મંકીપોક્સ ટેસ્ટ માટે સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે. માર્ગદર્શિકા મુજબ, મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિ પર નજર રાખવામાં આવશે. સંક્રમણ સમયગાળા દરમિયાન દર્દી અથવા તેની દૂષિત સામગ્રી સાથેના છેલ્લા સંપર્ક પછી 21 દિવસના સમયગાળા માટે દરરોજ દેખરેખ રાખવી જોઈએ.

માર્ગદર્શિકામાં એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે કોઈ શંકાસ્પદ દર્દી મળી આવે છે, ત્યારે તેના નમૂનાઓ તપાસ માટે પુણેના NIV માં મોકલવામાં આવશે. આ સેમ્પલ ઈન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્ક હેઠળ મોકલવામાં આવશે. તે જ સમયે, આવા કિસ્સાઓ શંકાસ્પદ માનવામાં આવશે, જેમાં કોઈપણ વયની વ્યક્તિ કે જે છેલ્લા 21 દિવસમાં પ્રભાવિત દેશોની મુસાફરીનો ઇતિહાસ ધરાવે છે. આ સાથે, તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, શરીર પર ફોલ્લીઓ જેવા કોઈપણ લક્ષણો હોય. દર્દીને હોસ્પિટલના આઇસોલેશન રૂમમાં અથવા ઘરે અલગ રૂમમાં આઇસોલેશન માટે રાખવામાં આવશે. દર્દીએ ટ્રિપલ લેયર માસ્ક પહેરવાનું રહેશે. શંકાસ્પદ વ્યક્તિ અથવા દર્દીનું સંપર્ક ટ્રેસિંગ કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x