રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 184 કેસ, 1નું મોત
ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના નવા કેસમાં મોટો વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 184 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં મંગળવારે 164 કેસ નોંધાયા હતા. તો રાજ્યમાં કોરોના વાયરસને કારણે એક દર્દીનું મોત નિપજ્યું છે. કોરોના વાયરસના કેસોને લઇ વાત કરીએ તો ગાંધીનગર શહેરમાં 7 અને ગાંધીનગર ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા હોવાની વિગતો મળી છે.કોરોનાની સારવાર બાદ 112 લોકો સાજા થયા થતા રાહતનો શ્વાસ લોકોએ લીધો છે. નવા કેસ બાદ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 991 પર પહોંચી ગયા છે.
જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ કેસનો આંકડો વધીને 12 લાખ 26 હજાર 712 પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાને લીધે અત્યાર સુધી 10946 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1214775 લોકો સાજા થયા છે. કોરોનાને લીધે અત્યાર સુધી 10946 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 99.03 ટકા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 91 કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 18, સુરત શહેરમાં 16, રાજકોટ શહેરમાં 10, ગાંધીનગર શહેરમાં 7, કચ્છમાં 4, સુરત ગ્રામ્યમાં 4, વલસાડમાં 4, અમદાવાગ ગ્રામ્યમાં 3, ભરૂચમાં 3, ગાંધીનગર ગ્રામ્યમાં 3, જામનગર જિલ્લામાં 5, આણંદ, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નવસારીમાં બે-બે, ભાવનગર, મહેસાણા અને પંચમહાલમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો અમદાવાદમાં એકનું મોત થયું છે.