ahemdabadગાંધીનગરગુજરાત

ગુજરાતમાં રાજ્યમાં ઇ મેમો ન ભરનાર થઈ જજો સાવધાન, હવે થશે FIR

ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેરહિતની કરવામાં આવી હતી જેની સુનાવણી હાથ ધરવામાં આવતા કોર્ટે ટ્રાફિક મેમો ન ભરનાર લોકો સામે ટકોર કરી હતી અને નારાજગી વ્યક્ત કરી હતી. હવે રાજ્યમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થશે અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ ઈ-મેમોની સાથે સીધી એફઆઈઆર પણ દાખલ થઇ શકશે એવા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે. થોડા સમય પહેલા અકસ્માત ઓછા થાય અને રાજ્યમાં કાયદો વ્યવવસ્થા જળવાય, ટ્રાફિકની સમસ્યા સર્જાય નહિ તેવા હેતુથી ગુજરાત રાજ્યમાં CCTV દ્વારા મોનીટરીંગ શરુ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ટ્રાફિકના નિયમોનું પાલન નહિ કરનારને ઓટોમેટીક મેમો આપવાનું શરુ કરાયું હતું પરંતુ લોકો ટ્રાફિકનાં નિયમો પણ તોડતા રહ્યા અને મેમો પણ બરાબર ભરતા ન હતા. જોકે કેટલાક મેમો ખોટી રીતે પણ જનરેટ થતા હતા.

પરંતુ લોકો યોગ્ય રીતે ટ્રાફિકનાં નિયમોનું પાલન કરે અને બરાબર મેમો ભરે એ માટે કોર્ટે આકરું વલણ દેખાડ્યું છે. હવે રાજ્યમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થશે અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ ઈ-મેમોની સાથે સીધી એફઆઈઆર પણ દાખલ થઇ શકશે એવા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે.

ઈ મેમોના દંડની રકમની ભરપાઇ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્યમાં ટ્રાફિક નિયમો કડક બનાવવા અંગે સૌથી મોટા સંકેત આપ્યા છે. રાજ્યમાં ટૂંક સમયમાં ઈ-કોર્ટ પ્રોજેકટ શરૂ કરાશે. જેમાં ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા વિરૂદ્ધ FIR થશે. ટ્રાફિક નિયમનું પાલન નહીં કરનારા વિરુદ્ધ ઈ-મેમો સાથે ફરિયાદ થશે.

ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા લોકો વિરૂદ્ધ હાઇકોર્ટે સૌથી મોટી ટકોર કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, ‘ઈ-મેમો ન ભરનારા સામે FIR કરો.’ ઉપરાંત ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ ઈ-મેમોની સાથે સીધી એફઆઈઆર પણ દાખલ કરવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ₹ 120 કરોડથી પણ વધુના દંડની વસૂલાત નહિ થઈ હોવાની અરજદારની રજૂઆત ઉપર સુનાવણી ચાલી રહી હતી અને હવે 1જુલાઈના રોજ આગામી સુનાવણી થશે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x