ગાંધીનગર શહેરમાં રસી લીધેલી ત્રણ મહિલાઓ થઈ કોરોના સંક્રમિત
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે જે લોકોમાં ચિંતા ઉપજાવી રહ્યા છે. આજે મળેલી જાણકારી અનુસાર ગાંધીનગર શહેરમાં ત્રણ કોરોના વાયર્સન પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ત્રણેય કેસોમાં ત્રણ મહિલાઓ વાયરસથી સંક્રમિત થઇ હોવાનું સામે આવ્યું છે અને સાથે સાથે આ ત્રણેય મહિલાઓએ કોરોના વિરોધી રસીના બંને ડોઝ લીધા હોવા છતાં સંક્રમિત થયા છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના આજે નવા 225 કેસ નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાના 228 કેસ નોંધાયા હતા તેની બરાબરીમાં આજે 3 કેસ ઓછા નોંધાયા છે તો બીજી તરફ 141 દર્દીઓ કોરોના વાયરસને હરાવી સાજા થયા છે. આ જોતા આરોગ્ય તંત્ર ઓન એક્શન મોડમાં આવી ગયું છે અને જરૂરી પગલાં ભરવા લાગ્યું છે. રસીકરણની સાથે સાથે લોકોને માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.
દેશ અને ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસો પવનગતિએ વધી રહ્યા છે જેને લઇ લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. એક તરફ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા રાજ્યમાં શિક્ષણ કર્યા પાટા પર ચડ્યું છે એવામાં કોરોના વાયરસના કેસોમાં એક ચિતા ઉપજાવી રહ્યો છે. શાળામાં ભળતા નાના બાળકોના વાલીઓમાં આ કોરોનાને લઈને ભારે ચિંતા વ્યાપી છે.
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,15,033 દર્દીઓ કોરોનાને હરાવી આપી સાજા થયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.01 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં આજે કુલ 78,261 રસીના ડોઝ અપાયા હતા.