ગાંધીનગર

ગાંધીનગરમાં રેસ્ટોરાંની આડમાં ચાલતા નશીલા પ્રદાર્થના વેચાણનો ATSએ કર્યો પર્દાફાશ, 2ની અટક

ગુજરાતમાં વધુ એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. ગાંધીનગરના ભાટ ટોલનાકા પાસે ચૂલા ચિકન રેસ્ટોરાંની આડમાં નશીલા પ્રદાર્થનું વેચાણનો ATS દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ATSને મળેલી બાતમીના આધારે રેડ કરીને 294 ગ્રામ કેનાબીજ (ગાંજા) સાથે બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. નશીલા પદાર્થની ડિલિવરીનું મોટું રેકેટ ATSએ ગાંધીનગરમાંથી ઝડપી પાડ્યું છે. ગુજરાત ATS દ્વારા ગાંધીનગરમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે.ભાટ ટોલનાકા નજીક આવેલી ચુલા ચિકન નામની રેસ્ટોરન્ટમાં ડ્રગ્સ રેકેટ ચાલતું હતું જેમાં 6 જેટલા નશીલા બિસ્કિટ, નશા માટેનું સીબીડી ઓઈલની 15 જેટલી ડબ્બી, તેમજ 40 ગ્રામ ચરસ મળી આવ્યું છે.આ મામલે ગુજરાત ATS અને SOGએ રેસ્ટોરન્ટ માલિક સહિત 2 આરોપીઓની ઘરપકડ કરી છે.
પોલીસ રેડ દરમિયાન એમઝોનના બોક્સમાંથી કેટલોક સામાન મળી આવ્યો હતો, જેને લઇ પોલીસને શંકા છે કે આરોપીઓ ઓનલાઈન નશીલો પ્રદાર્થ મગાવીને તેની ડિલિવરી કરતા હતા. સમગ્ર મુદ્દે ATS દ્વારા ત્રણ શખ્સો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. ભાટ ટોલનાકાની બાજુમાં ચૂલા ચિકન રેસ્ટોરન્ટમાં એટીએસ પહોંચી ત્યારે શેડમાંથી જયકીશન ઉર્ફે જય ઠાકોર તથા અંકીત કુલહરીને ઝડપી પાડ્યા હતા. માદક પ્રદાર્થમાંથી કેનાબીજની હાજરી મળી આવતા ATSએ 41 હજારના માદક પ્રદાર્થ સાથે કુલ રૂપિયા 1.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x