અગ્નિપથ યોજના તેમજ EDની કાર્યવાહીને લઇને ગુજરાત કોંગ્રેસનું આજે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન
અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સેનામાં ભરતી માટે એક નવી જ નીતિ સાથેની અગ્નિપથ યોજના જાહેર કરી છે, જેનો દેશભરના યુવાનો વિરોધ કરી રહ્યા છે અને રસ્તા પર ઉતરીને તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે. ગુજરાતમાં અગ્નિપથ યોજના તેમજ EDની કાર્યવાહીને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. અમદાવાદના પાલડી કોંગ્રેસ કાર્યાલયથી ટાઉન હોલ સુધી ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે વિરોધમાં રેલી યોજવામાં આવનાર છે. સેનામાં ભરતી થઈને કાયમી જોડાવા માંગતા યુવાનોને આ યોજનાના કારણે ભાવનાઓને ઠેસ પહોંચી છે અને ગુજરાત રાજ્ય સહીત દેશના અનેકો રાજ્યોમાં આ યોજનાનો વિરોધ થઇ રહ્યો છે.
આજ રોજ રાજ્ય (ગુજરાત) માં પણ ગુજરાત કોંગ્રેસ અગ્નિપથ યોજનાને લઇને વિરોધ કરશે. અગ્નિપથ યોજના તેમજ EDની કાર્યવાહીને લઇને ગુજરાત કોંગ્રેસ અમદાવાદમાં વિરોધ કરશે. અમદાવાદના પાલડી કોંગ્રેસ કાર્યાલયથી ટાઉન હોલ સુધી ગુજરાત કોંગ્રેસ આજે રેલી યોજશે. યુવાઓ તેમજ કોંગ્રેસ કાર્યકરો અગ્નિપથ યોજનાના વિરોધમાં જોડાશે. આગામી સમયે કોંગ્રેસ રાજ્યવ્યાપી દેખાવોના કાર્યક્રમો પણ રજૂ કરશે. અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારત બંધને લઇને માત્ર સોશિયલ મીડિયામાં તેનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. ભારત બંધને લઇને ગૃહ વિભાગ પણ અલર્ટ મોડ પર છે. દેશમાં બિહાર, ઝારખંડ, યુપી, પંજાબ અને હરિયાણામાં પોલીસ વિશેષ સતર્કતા દાખવી રહી છે. જણાવી દઇએ કે, અગ્નિપથ યોજનાને લઇને દેશભરમાં કોંગ્રેસ આજે વિરોધ કરશે.
સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર, આજ રોજ રાજ્ય (ગુજરાત) માં પણ ગુજરાત અગ્નિપથ યોજનાને લઇને વિરોધ કરવામાં આવનાર છે. દેશ અને રાજ્યોમાં અગ્નિપથ યોજનાને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અગ્નિપથ યોજના તેમજ EDની કાર્યવાહીને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. અમદાવાદના પાલડી કોંગ્રેસ કાર્યાલયથી ટાઉન હોલ સુધી ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે વિરોધમાં રેલી યોજવામાં આવનાર છે. યુવાઓ તેમજ કોંગ્રેસ કાર્યકરો અગ્નિપથ યોજનાના વિરોધમાં જોડાશે. આગામી સમયે કોંગ્રેસ રાજ્યવ્યાપી દેખાવોના કાર્યક્રમો પણ રજૂ કરશે.