રાજ્યમાં કોરોના બન્યો અનસ્ટોપેબલ, નોંધાયા 400થી વધુ પોઝિટિવ કેસ
દેશ અને ગુજરાત રાજ્ય સહિત રાજ્યોમાં કોરોના વાયરસના કેસોનો રાફડો ફાટ્યો છે. દિવસે ને દિવસે કોરોનાના પોઝિટિવ કેસોમાં મોટો ઉછાળો આવી રહ્યો છે જે લોકોમાં ચિંતા ઉપજાવી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના આજે નવા 407 કેસ નોંધાયા છે. જેથી રાજ્યમાં એક્ટિવ કેસનો આંક વધીને 1741 પર પહોંચ્યો છે. જેથી લોકોમાં અને આરોગ્ય તંત્રમાં ચિંતા છવાઈ છે. તો સામે 190 દર્દીઓ કોરોના વાયરસને હરાવી સાજા થયા છે. આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. અત્યાર સુધીમાં કુલ 12,15,806 દર્દીઓ કોરોનાને હરાવી ચુક્યા છે. કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.97 ટકાએ પહોંચી ગયો છે. સામે આપણે કોરોના વિરોધી રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં આજે કુલ 55,638 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
ગુજરાતમાં કોરોના વાયરસના આજે નવા 407 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 1741 એક્ટિવ કેસ છે. જે પૈકી 4 લોકો વેન્ટિલેટર પર છે. આ ઉપરાંત 1737 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,806 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો,
અમદાવાદ કોર્પોરેશનમાં 207,
વડોદરા કોર્પોરેશન 39,
સુરત કોર્પોરેશન 45,
રાજકોટ કોર્પોરેશનમાં 17,
સુરતમાં 12,
ભાવનગર કોર્પોરેશનમાં 11,
ગાંધીનગર કોર્પોરેશન 10,
વલસાડ 8, ભરૂચ 7,
જામનગર કોર્પોરેશનમાં 7,
આણંદ-ગાંધીનગર 6-6,
સાબરકાંઠા 5,
બનાસકાંઠા, કચ્છ અને મહેસાણામાં 4-4,
અમદાવાદ અને રાજકોટમાં 3-3,
જામનગર, નવસારી, વડોદરામાં 2-2,
અમરેલી, પાટણ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે.
કોરોના વાયરસના વધતા કેસોને લઇ આરોગ્ય તંત્ર દ્વારા લોકોને માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.