આરોગ્યગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં આજે 27 સ્થળે વિશ્વ યોગ દિવસની ઉજવણી

દુનિયાભરમાં આજે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લામાં આઠમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી તારીખ 21મી, મંગળવારના રોજ જિલ્લામાં શાળા-કોલેજો, પ્રવાસન સ્થળો, ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્રો સહિતના અલગ અલગ 27 સ્થળોએ યોગ કરવામાં આવશે. તેમાં વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, વડિલો, મહિલાઓ સહિત અંદાજે 1.25 લાખ લોકો જોડાઇને યોગ કરશે. દર વર્ષે 21 જૂને યોગ દિવસ માટે એક થીમ રાખવામાં આવે છે. આ વર્ષની થીમ ‘માનવતા માટે યોગ’ પસંદ કરાઈ છે, જેનો અર્થ માનવતા માટે યોગ છે.

હાલ લોકોનું જીવન ઝડપી થઈ ગયું છે. જેના કારણે લોકોનું શરીર અનેક રોગોનું કેન્દ્ર બને છે. કસરત અને પરસેવે રેબઝેબ થવાનું તો માત્ર કાગળો પર જ જોવા મળે છે. શરીરને તંદુરસ્ત રાખવા યોગ ખૂબ જ જરૂરી છે. એક કહેવત છે યોગ ભગાવે રોગની જેમ નિરંતર યોગ અને કસરત કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને મન પણ શાંતિ અનુભવે છે. આજે વિશ્વ યોગ દિવસને લઈને જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ઉજવણી કરવામાં આવનાર છે.

ગાંધીનગર જિલ્લાના પ્રવાસન સ્થળો અડાલજની વાવ, અડાલજ ત્રિમંદિર, અંબાપુરની વાવ, રૂપાલ વરદાયની મંદિર, કંથારપુર વડ, જ્યારે તાલુકા કક્ષાએ સાદરા વિદ્યાપીઠ, ગ્રામભારતી કોમર્સ કોલેજ, ગલુદણ સમાજવાડી, ઔડા ગાર્ડન, જૈનવાડી પાનસર, સરદાર બાગ ખાતે યોગસનનો કાર્યક્રમ યોજાવામાં આવશે. જિલ્લાની નગરપાલિકા વિસ્તારોમાં, જિલ્લાની 575 પ્રાથમિક શાળાઓમાં, 389 માધ્યમિક શાળાઓમાં, ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્રો, આયુર્વેદ હોમિયોપેથીક દવાખાના, આઇટીઆઇ, પોલીસ સ્ટેશન, કોલેજ, યુનિવર્સીટી, વૃદ્ધાશ્રમ, જીઆઇડીસી સહિતના સ્થળોએ કુલ-1.25 લાખ લોકો યોગાસન કરીને યોગ ભગાવે રોગના સંદેશો સમાજને આપશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x