ઈ- મેમો ન ભરનાર ચેતજો: અમદાવાદમાં 800 લાયસન્સ કરાયા રદ
ગુજરાત હાઇકોર્ટ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પણ લાલ આંખ કરી છે. ઇ-મેમો નહીં ભરનારને કોર્ટે નોટિસ ફટકારી હતી. એક જ દિવસમાં 10 હજાર લોકોને ગ્રામ્ય કોર્ટે નોટિસ ફટકારી હતી. 26 જૂનના રોજ લોક અદાલતમાં ઇ-મેમો નહીં ભરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. નોટિસ બાદ પણ ઇ-મેમો ન ભરનારા સામે કોર્ટ કાર્યવાહી કરશે. ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને આપવામાં આવેલ ઇ- મેમોને લઇને લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
26મી જૂનના દિવસે આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 30 હજાર જેટલા વાહન ચાલકોને કે જેમના ઇ-મેમો બાકી છે, તેઓને મેસેજ મારફતે ટ્રાફિક પોલીસ દ્વારા જાણ પણ કરવામાં આવી છે.શહેરમાં છેલ્લા 6 મહિનામાં મેમો નહીં ભરનારા 800 વાહનચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે QR કોડ અને ઓનલાઈન મારફત પેમેન્ટ કરવાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ રાખી છે.
સુપ્રીમ કોર્ટની ટકોર બાદ વધુ પડતા બાકી ઇ મેમો વસુલવા આ કવાયત હાથ ધરવામાં આવી છે. જો કે આ સાથે છેલ્લા છ મહિનામાં ઇ મેમો નહિ ભરનારા 800 વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના બાકી ઇ મેમો ભરવા અને તકરાર નિવારણ માટે ટ્રાફિક પોલીસ દ્વારા 26મી જૂનનાં રોજ વાહન ચાલકો ઈ-ચલણ ભરે તે માટે ખાસ લોક અદાલત દ્વારા કરાયું છે. મહત્વનું છે કે 57 લાખ 86 હજાર ઈ-ચલણની 249 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનાં ઈ-ચલણ વાહનચાલકોને ભરવાના બાકી હોય અને વાહનચાલકોની ઈ-ચલણ ભરવામાં નિરસતા હોવાથી ગુજરાત હાઈકોર્ટે આ મામલે પોલીસ વિભાગને ટકોર કરતા આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું.