ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ખોટી લગાવેલી એટ્રોસિટી સામે સતવારા સમાજ લાલઘૂમ, આવેદન આપ્યું
ધ્રાંગધ્રા :
હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શાંતિ પ્રિય સમાજ તરીકે પ્રસ્થાપિત થયેલા સતવારા સમાજના બે ખેડૂતો સહિત કુલ 4 વ્યક્તિઓ જેવા કે મગનભાઇ દલવાડી, પ્રવીણભાઈ દલવાડી, ડાયાભાઇ પટેલ અને ધીરુભાઈ પટેલ સહિતના સામે ખોટી રીતે એટ્રોસિટી કરી હોવાની ધ્રાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આજે સતવારા સમાજના મોટી સંખ્યામાં આગેવાનો સમાજના યુવાનો સાથે મળી મામલતદારને જણાવ્યું હતું કે, ઘનશ્યામપુર ગામના જેની ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે ઓળખ પરેડ કરાવવામાં આવી હતી, અને ઓળખી શક્યા ન હોવાથી આ ફરિયાદ ખોટી હોવાનું જણાય આવ્યું છે, જેથી કરીને ખોટી એટ્રોસિટીની ફરિયાદ અંગે ઘટતું કરવા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
ઘનશ્યામપુર ગામના અરજદાર દિનેશભાઇ કરશનભાઇ દલવાડીએ જણાવ્યું છે કે મારા મગનભાઇ ભુદરભાઇ અને મારા ભાઇ પ્રવિણભાઇ કરશનભાઇ પર ખોટી રીતે ધ્રાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમે શાંતિપ્રિય સમાજમાંથી આવીએ છીએ. અમારી કોઇ ગુનાહિત હિસ્ટ્રી નથી. અને પ્રવૃતિ સાથે જોડાયેલ પણ નથી. વધુમાં આજે હળવદ તાલુકા સતવારા સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી આ ખોટી ફરિયાદનો નિકાલ કરવા હળવદ મામલતદારને રજૂઆત કરી હતી. વધુમાં મગનભાઇ ભુદરભાઇ અને પ્રવિણભાઇ કરશનભાઇ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે ઓળખ પરેડ કરાવવામાં આવી હતી. જેમાં મગનભાઇ ભુદરભાઇ અને પ્રવિણભાઇ કરશનભાઇને ઓળખી બતાવી નહતા શક્યા જેથી કરીને આ એટ્રોસિટીની ફરિયાદ ખોટી હોવાનું જણાઇ આવે છે, જેથી કરીને હળવદ તાલુકાના સતવારા સમાજના અગ્રણીઓ તેમજ યુવાનો મામલતદારને આવેદનપત્ર આપીને કરેલી ખોટી એટ્રોસિટી સામે ઘટતુ કરવા રજૂઆત કરી છે.