રાજ્યમાં કોરોનાના 419 કેસ નોંધાયા, 218 દર્દીઓ થયા સ્વસ્થ
ભારત દેશ અને ગુજરાત સહિત રાજ્યોમાં કોરોના વાયરસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને લઈ લોકો અને આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના આજે નવા 419 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને હરાવી 218 દર્દીઓ સાજા થયા છે.
એક પણ દર્દીનું આજે કોરોનાને કારણે મોત થયું નથી. મળેલી જાણકારી અનુસાર અત્યાર સુધીમાં કુલ 12,16,463 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.92 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં કુલ 2299 એક્ટિવ કેસ છે. જે પૈકી 2 લોકો વેન્ટિલેટર પર છે.
આ ઉપરાંત 2297 નાગરિકો સ્ટેબલ છે. રાજ્યમાં થયેલા કોરોના વિરોધી રસીકરણ વાત કરીએ તો આજે કુલ 43,049 લોકોને રસીના ડોઝ અપાયા હતા.
આજે નવા નોંધાયેલા કેસની વિગત
<span;>અમદાવાદ કોર્પોરેશનમાં 166,
<span;>સુરત કોર્પોરેશન 62,
<span;>વડોદરા કોર્પોરેશન 35,
<span;>ભાવનગર કોર્પોરેશન 30,
<span;>સુરત 22,
<span;>વલસાડ 13,
<span;>જામનગર કોર્પોરેશન 10,
<span;>નવસારી 9,
<span;>અમરેલી 8,
<span;>ગાંધીનગર કોર્પોરેશન 7,
<span;>રાજકોટ કોર્પોરેશન 7,
<span;>ગાંધીનગર 5,
<span;>મહેસાણા 5,
<span;>પાટણ 5,
<span;>રાજકોટ 5,
<span;>અમદાવાદ 4,
<span;>કચ્છ 4,
<span;>ભાવનગર 3,
<span;>દેવભૂમિ દ્વારકા 3,
<span;>ખેડા 3,
<span;>સુરેન્દ્રનગર 3,
<span;>વડોદરા 3,
<span;>મોરબી 2,
<span;>સાબરકાંઠા 2,
<span;>આણંદ 1,
<span;>ભરૂચ 1,
<span;>તાપી 1 એમ કુલ 419 કેસ નોંધાયા છે.
ગુજરાત રાજ્યમાં વધી રહેલું કોરોના વાયરસનું સંક્રમણ લોકો અને આરોગ્ય તંત્ર માટે ચિંતા વધારનારું છે. વધતા કેસોને લઈ આરોગ્ય તંત્ર દ્વારા લોકોને માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.