ગાંધીનગર

ગાંધીનગર ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર તેમજ ગાંધીનગર તાલુકા કાનૂની સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ડિસ્ટ્રીકટ કોટૅ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કૌટુંબિક ઝઘડા, જમીન-મકાન જેવા પ્રોપર્ટી વિવાદ, વાહન ઈ-મેમો, જેવા સિવિલ કેસો ઉપરાંત સમાધાન કરવા માંગતા બેન્ક લોન, મોટરવાહન અકસ્માત વગેરે લગભગ ૧૦ હજાર જેટલા કેસોના પક્ષકારોએ ભાગ લીધો હતો.

આજની લોક અદાલતમાં થયેલ કામગીરીની વિગતો સંદર્ભે ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી વી.એસ.ગઢવીએ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે ૧૭ કરોડ ૧૧ લાખ ૫૧ હજાર ૫૩૦ રૂપિયાના સેટલમેન્ટ સાથે કુલ ૬૧૨૭ દિવાની તેમજ ફોજદારી કેસોનો સુખદ સમાધાન સાથે નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં રૂપિયા ૮,૨૯,૮૦૬ જેટલી દંડનીય આવક વસૂલવામાં આવી હતી. ઉપરાંત ટ્રાફીક નિયમન અંતર્ગત અપાયેલ ઈ-મેમો સંદર્ભે વાહનચાલકો તરફથી ૧૮૭૧ ઈ-ચલણ દ્વારા ૯ લાખ ૧૮ હજાર બસ્સો રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.

ખાસ કરીને આ લોક અદાલતમાં રોડ એક્સિડન્ટમાં મરણ પામેલ ડૉ. શ્રમિતેશ ત્રિપાઠી ના વારસદારો દ્વારા ઈફકો ટોકિયો ઈન્સયોરન્સ કંપની ઉપર મૂકવામાં આવેલા રુપિયા એક કરોડના દાવા નો વકિલ નરેન્દ્રસિંહ રાજપૂતની સક્રિય મધ્યસ્થી થી બંન્ને  પક્ષોની સહમતી થી રૂપિયા ૫૩ લાખ ૭૮ હજાર સાથે સુખદ સમાધાન થયું હતું. સવૅને સમાન ન્યાય અંતર્ગત યોજાયેલ આજની આ લોક અદાલતમાં ગાંધીનગર જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ જે.આર.શાહ, દિવાની તેમજ ફોજદારી કોર્ટના જજશ્રીઓ ઉપરાંત કાનૂની સેવા સત્તા મંડળના હોદ્દેદારો, પેરા લિગલ વોલેન્ટીયર, વકીલો, કાનૂની સલાહકારોની સરાહનીય કામગીરીથી લાંબા સમયથી કોટૅના ધક્કા ખાતા અને લાંબી કાનૂની પ્રક્રિયાથી કંટાળેલા ઘણા પક્ષકારોએ આ લોક અદાલતમાં પોતાના કેસોનું સમાધાન કરી રાહત અનુભવી હતી. સાથે સાથે આ લોક  અદાલતમાં એક જ દિવસમાં ઘણા કેસોનો એક સાથે નિકાલ થતાં કોટૅ કચેરીનું ભારણ પણ ઘટયું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x