ગુજરાતરમતગમત

રોહિતની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ટીમનો કેપ્ટન બનશે

ટીમ ઇન્ડિયા આગામી મહિનાની પહેલી તારીખથી ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ રમવાની છે. પરંતુ આ ટેસ્ટ મેચ પહેલા જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો જ્યારે ટીમનો હિટમેન ઓપનર અને કેપ્ટન રોહિત શર્મા કોરોના સંક્રમિત થયો છે. સમગ્ર દુનિયા રાહ જોઈ રહી હતી કે રોહિત પાંચમી ટેસ્ટમાં રમી શકશે કે નહીં.

જોકે, હવે રોહિત શર્માના રમશે કે નહીં રમે તેના પર અપડેટ આવી ગયા છે. રોહિત શર્માને લઇને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામે છેલ્લી ટેસ્ટથી પહેલા સ્વસ્થ થઈ શક્યો નથી અને હવે તેને આ મોટી મેચથી બહાર રહેવું પડશે. રોહિતની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ટીમનો કેપ્ટન બનશે.

તમને જણાવી દઈએ કે, રોહિત પાંચમી ટેસ્ટ પહેલા જ પ્રેક્સિટ મેચ દરમિયાન કોવિડ સંક્રમિત થયો હતો અને તે અત્યાર સુધી સ્વસ્થ થવામાં નિષ્ફળ રહ્યો છે. એટલું જ નહીં જસપ્રીત બુમરાહ પોતે ટીમ ઇન્ડિયાના નવા કેપ્ટન બનવા માટે તૈયાર છે. જે સમયે ભારતીય ટીમનો ઉપકેપ્ટન બન્યો હતો તે સમયે તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે કેપ્ટનની જવાબદારી લેવા માટે તૈયાર છે?

તે સમયે બુમરાહે કહ્યું હતું કે, જો ભવિષ્યમાં તેને આ જવાબદારી આપવામાં આવે તો તેના માટે તે તૈયાર છે. જોકે, હવે રોહિત શર્મા સમયસર સ્વસ્થ ન થઈ શકવાથી બુમરાહનું આ સપનું પૂર્ણ થવા જઈ રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x