રાષ્ટ્રીય

મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરેનું રાજીનામુ, ભાજપમાં ખુશીનો માહોલ, સરકાર બનાવવાની કવાયત તેજ

ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટમાં આજે નવો વળાંક આવી ગયો છે. ફેસબુકના માધ્યમથી રાજ્યની જનતાને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. આ સાથે ઠાકરેએ વિધાન પરિષદના સભ્ય પદેથી પણ રાજીનામુ આપી દીધું છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ભાજપની સરકાર બનતી નક્કી છે. તેની ખુશી ભાજપમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. રાજકીય હલચલ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ તાજ પ્રેસિડેન્સી હોટલ પહોંચ્યા હતા, જ્યાં ભાજપના ધારાસભ્યો રોકાયા છે. અહીં ધારાસભ્યોએ દેવેન્દ્ર ફડણવીસને મીઠાઈ ખવડાવી ખુશી મનાવી હતી.

એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનામાં સંકટ શરૂ થયું હતું અને હવે ઠાકરેએ ખુરશી છોડી છે. ફેસબુક પર રાજીનામાની જાહેરાત કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે રાત્રે 11.10 કલાકે માતોશ્રીથી ખુદ કાર ડ્રાઇવ કરીને રાજભવન રાજ્યપાલને રાજીનામું આપવા પહોંચ્યા હતા. રાજ્યપાલને પોતાનું રાજીનામુ આપ્યા બાદ ઉદ્ધવ ઠાકરે સીધા મંદિરે પહોંચ્યા હતા અને પૂજા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ આશરે અઢી વર્ષ સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની ખુરશી સંભાળી છે.

ત્યારબાદ સરકાર પર આવેલા સંકટને ટાળવાનો ઠાકરેએ પ્રયાસ કર્યો પરંતુ બહુમત ન હોવાને કારણે વિશ્વાસ મત પહેલાં જ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ઉદ્ધવ ઠાકરે પોતાના પુત્ર આદિત્ય ઠાકરે સહિત કેટલાક નેતા સાથે ખુદ કાર ચલાવી રાજભવન પહોંચ્યા હતા. રાજભવન પહોંચીને ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને રાજીનામું સોંપ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x