ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા શહેર કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે એ માટે મહાનગરપાલિકા અને નગરપાલિકા શહેર કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરેલ જેના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 02/07/2022 શનિવારનાં રોજ સવારે 9:00 કલાક થી સાંજના 5.00 કલાક સુધી મહાનગરપાલિકા કક્ષાએ વોર્ડ નંબર ૦૯ ખાખરીયા છાસઠ પ્રજાપતિ સેવા સમજવાડી, નવકાર બંગલો,  ઊર્જા નગર -૧, કુડાસણ ગાંધીનગર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયેલ હતો. શહેરી નાગરિકોની  સરળતાથી અને ઝડપી મળે તે હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ.જેમાં સરકારના તમામ વિભાગોએ સેવા આપેલ હતી.

સેવાસેતુ કાર્યક્રમમાં મેયર હિતેશભાઈ મકવાણા,  ડે.મેયર પ્રેમલ સિંહ ગોલ, માન.ચેરમેન જશવંત ભાઇ પટેલ, મ્યુનિસિપલ કાઉન્સિલર અલ્પાબેન પટેલ, શૈલાબેન પટેલ, રાજુભાઈ પટેલ, ડૉ. સંકેત ભાઈ પંચાસરા, રાજેશભાઈ રવજીભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવઓ હાજર રહેલ જેઓ દ્વારા તમામ વિભાગોના સ્ટોલની મુલાકાત લઇ પૃચ્છા કરેલ હતી. ત્યારબાદ માન.મેયર દ્વારા પ્રાસંગિક ઉધબોધન કરવામાં આવેલ અને કાર્યક્રમની સુંદર વ્યવસ્થા તેમજ સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતાં.

સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન નાગરિકો માટે જરૂરી તમામ અરજી ફોર્મની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ હતી. તેમજ રાજ્ય સરકારની સુચના મુજબ મફત કાનૂની સહાય કૃષિ પ્રદર્શનનાં  સ્ટોલ બનાવી સેવા પૂરી પાડવામાં આવી હતી .આ કાર્યક્રમ દરમિયાન અંદાજિત 4800 જેટલી જનમેદની ઉપસ્થિત રહેલ અને જુદા જુદા વિભાગોને લગતી 1463 અરજીઓ આવેલ હતી. જેમાંથી તમામ અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે. અને સેવા સેતુ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે.

આ ઉપરાંત સેવાસેતું કાર્યક્રમમાં આ વખતે નવી બે સુવિધા પૂરી પાડવામાં આવી હતી જેમાં સૌપ્રથમ વખત ચુંટણી કાર્ડમાં સુધારો અને ઇ શ્રમ કાર્ડની સુવિધા આપવામાં આવી હતી. જેનો નાગરિકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમની સાથે પર્યાવરણની સુરક્ષાના સંદેશાને પ્રસરાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા, ડે. મેયર પ્રેમલ સિંહ ગોલ, સ્ટે. કમિટી ના ચેરમેન જશવંતભાઈ પટેલ, ગાંધીનગર વોર્ડ નં ૯ ના કોર્પોરેટરઓ દ્વારા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x