ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

ગણેશોત્સવને લઈને સરકારનો મહત્વનો નિર્ણય: મૂર્તિની ઉંચાઈની મર્યાદામાં આપી છૂટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી ગણેશોત્સવ દરમિયાન સ્થાપન કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર છે. કોરોનાકાળ દરમિયાન જાહેર સ્થળોએ ગણેશ સ્થાપનામાં 4 ફૂટની ઉંચાઈની અને ઘરમાં 2 ફૂટની ઉંચાઈની મૂર્તિ સ્થાપિત કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.

આગામી ઓગષ્ટ મહિનામાં ગણેશોત્સવની ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા ઉજવણી કરવામાં આવશે. જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપિત કરવામાં આવતી ગણેશજીની મૂર્તિની ઉંચાઈ પર જે નિયંત્રણ હતું તે દૂર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ગણેશોત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવતી ગણેશજીની મૂર્તિની ઉંચાઈ પરના નિયંત્રણો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય બાદ ગણેજીના ભક્તોમાં પણ ખુશી જોવા મળી રહી છે.આગામી ઓગષ્ટ મહિનામાં ગણેશોત્સવનો પર્વ આવી રહ્યો છે. ત્યારે ગણેશજીના ભક્તો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાહેર સ્થળો અને ઘરમાં સ્થાપિત કરવામાં આવતી ગણેશજીની મૂર્તિની ઊંચાઈની જે મર્યાદા નક્કી કરવામાં આવી હતી,

એમાં હવે ગુજરાત સરકારે છૂટ આપી છે. કોવિડ-19 સંબંધિત તમામ નિયંત્રણો 31 માર્ચ 2022 પછી અમલમાં નથી, તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં હવે ગણેશચતુર્થીના આગામી ઉત્સવ દરમિયાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશમૂર્તિની ઊંચાઈ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં નહીં રહે. ગણેશજીની મૂર્તિ બનાવવા તથા એના વિસર્જન અંગે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલાં માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત્ રાખવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x