ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRF અને SDRFની ટીમો તૈનાત
કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વઘુમાં 07 જુલાઇ થી 10 જુલાઇ સુઘી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. હાલ રાજ્યમાં NDRF ની 9 ટીમો તૈનાત છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ જે રાહત બચાવ અને પ્રિપેડનેસ સંબંધી આગોતરા પગલાં લીધા છે તેની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી.
આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં પાછલા 24 કલાક દરમિયાન થયેલા વ્યાપક વરસાદની છણાવટ કરવામાં આવી હતી, તદ અનુસાર, રાહત કમિશનરે વિગતો આપતાં કહ્યું કે, ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકામાં 168 મી.મી અને કોડીનાર તાલુકામાં 159 મી.મી વરસાદ નોઘાયેલ છે. દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 153 મી.મી, જૂનાગઢના માંગરોળ તાલુકામાં 119 મી.મી અને મહિસાગરના કડાણા તાલુકામાં 145 મી.મી વરસાદ જેટલો ભારે વરસાદ નોંઘાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ વઘુમાં 07 જુલાઇ થી 10 જુલાઇ સુઘી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભુમી દ્વારકા, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર વગેરે જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદ સંબંધે ડીઝાસ્ટર પ્રિપેડનેશ અંગે મુખ્યપ્રધાને સમીક્ષા કરીને આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમ સંબંધિત જિલ્લાઓમાં ડીપ્લોય કરવા માટે જરૂરી સુચનાઓ આપી હતી. હાલ રાજ્યમાં NDRF ની 9 ટીમો તૈનાત છે. તેમાંથી ગીર સોમનાથ-1, નવસારી-1, બનાસકાંઠા-1, રાજકોટ-2, વલસાડ-1, સુરત-1, ભાવનગર-1 કચ્છ -1 માં NDRF ની ટીમો ડીપ્લોય કરવામાં આવેલી છે. એસ.ડી.આર.એફ ની 1- ટીમ પોરબંદર જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવેલ છે.