ગુજરાત

ભારે વસાદના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય: પરીક્ષાઓ કરી રદ્દ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શહેરમાં વરસાદની પરિસ્થિતિ જોતા આજની પરિક્ષાઓ રદ કરી દીધી છે. ત્યારે આ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે. ભારે વરસાદના કારણે રાજકોટ યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટી સંલગ્ન શાળા કોલેજોના આચાર્યઓને આ અંગે સૂચના પણ આપી દેવાઇ છે. જો કે, તમને જણાવી દઇએ કે, આજના દિવસની પરિક્ષાની નવી તારીખો બાદમાં જાહેર પણ કરાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયાયકે જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના આચાર્યો તથા અનુસ્નાત ભવનનાં અધ્યક્ષોને જણાવવાનું કે, તારીખ 5 જુલાઈના રોજથી શરૂ થયેલ પરીક્ષાના દરમ્યાન આજરોજ તારીખ 12 જુલાઈના રોજની પરીક્ષા અતિભારે વરસાદને કારણે રદ્દ કરવામા આવે છે જેની નવી તારીખ હવે પછી જાહેર કરવમાં આવશે.

રાજકોટમાં આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવાર સુધીમાં રાજકોટમાં આજે 6.5 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેથી વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં પગલે પાણી આવક વધતા નીચાણવાસમાં દૂધીવદર, ઇશ્વરીયા, તરવડા, વેગડી ગામના લોકોને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવરજવર નહિ કરવા તંત્ર દ્વારા સૂચના અપાયા છે. દૂધીવદરથી મોટા ભાદર તરફ જવાનો ફોફળના કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં છે. કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો માટે રસ્તો બંધ કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x