ગુજરાતવેપાર

જિલ્લામાં કપાસનું વાવેતર 20 હજાર હેક્ટરને પાર ખરીફ પાકમાં સમાવિષ્ટ પૈકીના વરિયાળી, સરગવો, કેળ, તમાકુ, દિવેલા, તુવેર, મકાઇ અને જુવારનું વાવેતર શુન્ય

ગાંધીનગર રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ૫૮ ટકા જેટલો થવા આવ્યો છે. પરંતુ ગાંધીનગર જિલ્લામાં હજુ ૨૪ ટકા જેટલો જ વરસાદ થવાથી ખરીફ પાકના વાવેતરમાં પણ ઢીલ ચાલી રહી છે. ખરીફ પાકમાં સમાવિષ્ટ વરિયાળી, સરગવો, કેળ, તમાકુ, દિવેલા, તુવેર, મકાઇ અને જુવારનું વાવેતર તો શુન્ય રહ્યું છે. પરંતુ કપાસનું વાવેતર ૨૦ હેક્ટરને પાર પહોંચી ગયું છે.છેલ્લા એક સપ્તાહમાં જિલ્લામાં ખરીફ વાવેતર ૩૯ ટકાથી વધીને ૪૩ ટકા પર પહોંચ્યું છે.

 તેના પાછળનું મહત્વનું કારણ હજુ સુધી વરસાદની જમાવટ થઇ નહીં હોવાનું કહેવમાં આવી રહ્યું છે. જોકે માણસા તાલુકામાં સરેરાશ ૨૭,૪૧૮ હેક્ટરની સામે ૧૯,૪૩૬ હેક્ટરમાં વાવેતર થવાની સાથે કુલ વાવેતર ૭૧ ટકાએ પહોંચ્યુ છે. બીજી ક્રમે દહેગામ તાલુકામાં સરેરાશ ૪૦,૭૬૫ હેક્ટરની સામે ૧૭,૫૫૬ હેક્ટરમાં વાવેતર થવાની સાથે કુલ વાવેતર ૪૩ ટકાએ પહોંચ્યુ છે. ગાંધીનગર તાલુકામાં સરેરાશ ૩૨,૭૪૬ હેક્ટરની સામે ૧૩,૭૨૫ હેક્ટરમાં વાવેતર થવાની સાથે કુલ વાવેતર ૪૨ ટકાએ પહોંચ્યુ છે અને ચોથા ક્રમે કલોલ તાલુકામાં સરેરાશ ૨૮,૬૪૯ હેક્ટરની સામે માત્ર ૫,૧૩૬ હેક્ટરમાં વાવેતર થવાથી કુલ વાવેતર ૧૮ ટકાએ પહોંચ્યુ છે.

 આમ જિલ્લામાં ચારે તાલુકાની મળીને સરેરાશ ૧,૨૯,૫૭૮ હેક્ટરની સામે ૫૫,૮૫૩ હેક્ટરમાં વાવેતર થવાની સાથે કુલ વાવેતર ૪૩ ટકા પર પહોંચ્યુ છે.વિવિધ પાકના વાવેતરમાં કપાસનું ૨૦,૨૦૩ હેક્ટર, ઘાસચારાનું ૧૬,૨૨૯ હેક્ટર, મગફળીનું ૮,૩૨૪ હેક્ટર, શાકભાજીનું ૭,૯૧૪ હેક્ટર, ડાંગર ધરૃનું ૧,૦૩૩ હેક્ટર, ડાંગર પિયતનું ૧,૨૩૧ હેક્ટર, મગનું ૩૯૮ હેક્ટર, ગુવારનું ૨૧૫ હેક્ટર, બાજરીનું ૧૮૨ હકેટ્ર, અડદનું ૬૦ હેક્ટર, સોયાબીનનું ૪૫ હેક્ટર, તલનું ૧૨ હેક્ટર અને મઠનું ૭ હેક્ટરમાં વાવેતર થયાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યુ હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x