જિલ્લામાં શહેર કરતા ગ્રામ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, કુલ 37 પોઝિટિવ કેસ નોંધાયા
કોરોના વાયરસનું સંકરણ ધીરે ધીરે વધી રહ્યું છે અને વધતા સંક્રમણ ના કારણે લોકોની ચિંતા વધી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઇડલાઈન પાળવી હવે લોકો માટે જરૂરી બની છે. રાજ્ય બાદ પાટનગરમાં પણ કોરોના ના કેસો હરણફાળ રીતે વધી રહ્યા છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ કંટ્રોલમાં થયું છે ત્યારે ગ્રામ્યવિસ્તારમાં કેસમાં ઉછાળો થયો છે. કોર્પોરેશનમાં ૧૬ કેસ સામે આવ્યા છે ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નવા ૨૧ કેસ ઉમેરાયા છે.
સોમવારે સામે આવેલા ૩૭ કેસ પૈકી ફક્ત આઠ દર્દીઓ જ ગાંધીનગરના સેક્ટરોના છે જ્યારે બાકીના ગામોના કેસ છે. ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. તેનો અર્થ એ નથી કે કોરોનાનો ખતરો ઓછો થયો છે. હાલમાં પણ રાજ્યમાં કોરોનાના 500 થી વધુ કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 596 નવા કેસ નોંધાયા છે. જ્યારે 604 દર્દીઓ કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે, કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.74 ટકા થઈ ગયો છે.
જો રાજ્યમાં કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલમાં 4768 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 4760 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 12,27,605 દર્દીઓના મોત થયા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ 10,954 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાંથી ૧૬ જ્યારે જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાંથી ૨૧ મળીને કુલ ૩૭ કેસ સોમાવરે ૨૪ કલાક દરમિયાન સરકારી ચોપડે ચઢ્યા છે જ્યારે ૩૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.