ગાંધીનગરગુજરાત

ગુજરાતના 182 વિદ્યાર્થીઓએ ચલાવી સરકાર

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે વિધાનસભામાં યુવા મોડલ એસેમ્બલીને ખુલ્લી મૂકી છે. વિધાનસભાના ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો તથા ધી સ્કૂલ પોસ્ટના સંયુકત ઉપક્રમે આ નવતર પ્રયોગ હાથ ધર્યો હતો જેમાં આજના દિવસે રાજ્યભરમાંથી પસંદગી કરાયેલા 182 વિદ્યાર્થીઓ વિધાનસભા બેઠક ચલાવી હતી.. વિગુજરાતના 182 વિદ્યાર્થીઓએ ચલાવી સરકારદ્યાર્થીઓને સંબોધન કરતાં, વિધાનસભા અધ્યક્ષા ડો નીમાંબેન આચાર્યએ જણાવ્યું કે, દેશ અત્યારે વિશ્વગુરુ બનવા જઇ રહ્યો છે ત્યારે, સમાજના દરેક સમુદાયના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય, પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરી શકાય તે માટે સંસદીય કાર્યપ્રણાલીને સમજવી જરૂરી છે. તેમણે કહ્યું કે, યુવા મોડેલ એસેમ્બલીના અનોખા પ્લેટફોર્મ થકી યુવા વિદ્યાર્થીઓને સંસદીય કાર્યપદ્ધતિ અને પ્રણાલીઓ સાથે સંપર્કમાં આવવાની સુવર્ણ તક પૂરી પાડશે.આજની યુવા પેઢી રાજનીતિના પ્રવાહો અને બંધારણની સમજ કેળવીને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકે તેવા આશયથી આજે ગુજરાત વિધાનસભામાં મોક એસેમ્બલીનું આયોજન કરાયું છે.

આજે સવારે 9 વાગ્યે ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ યુવા મોક એસેમ્બલીનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલા 182 વિદ્યાર્થીઓ જ આજે એક દિવસ પુરતી વિધાનસભા ચલાવી હતી સવારે 10 કલાકથી શરૂ થયેલા આ મોક યુવા વિધાનસભાની કામગીરી અંતર્ગત સમગ્ર દિવસ દરમિયાન તારાંકિત પ્રશ્નોત્તરી, માંગણીઓ પર ચર્ચા, સરકારી વિધેયક, બિન સરકારી કામકાજ પર ચર્ચા વિચારણા કરાઇ હતી. સહભાગી બનેલા શાસક પક્ષ તેમજ વિપક્ષના તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ધારદાર રજૂઆતો સહિત પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.60 મિનિટ સુધી તારાંકિત પ્રશ્નોત્તરી સત્ર યોજાયુંમોક એસેમ્બલી કાર્યક્રમના શુભારંભ બાદ 60 મિનિટ સુધી તારાંકિત પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. જેમાં સભ્યો દ્વારા વિવિધ વિભાગોના 30 જેટલાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં.

આ તમામ પ્રશ્નોના સંબંધિત મંત્રીઓ દ્વારા સવિસ્તૃત જવાબો આપ્યા હતાં.પ્રશ્ન કાળના અંતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની કૃષિ, નાની સિંચાઈ અને ભૂમિ સંરક્ષણ મુદ્દે તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ જાહેર આરોગ્ય વિષયની માંગણીઓ ઉપર વિસ્તૃત ચર્ચા અને મતદાન થયું હતું, જેમાં આ બંને માંગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી હતી.આ ઉપરાંત, વિધાનસભા ગૃહમાં વર્ષ 2022નું સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટી પર સરકારી વિધેયક રજૂ કરવામાં આવ્યુ઼ હતું. આ વિધેયક પર 60 મિનિટ સુધી ચર્ચા કરી, ત્રણેય વાંચન બાદ બહુમતીથી પસાર કરવામાં આવ્યુ઼ હતું.અંતમાં, બિનસરકારી કામકાજ અંતર્ગત સભ્ય આર્યન મહેતા દ્વારા ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના સંકટ પર બિનસરકારી સંકલ્પ તેમજ સભ્ય વૈદેહી પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અંગેના બિનસરકારી સંકલ્પ રજૂ કરાયા હતાં. તેમાં પણ સૌ યુવા સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યવાહી પૂર્ણ થયા બાદ સૌ સહભાગીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રનું વિતરણ કરાયું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમનું આયોજન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની સ્કૂલોના વિદ્યાર્થીઓ આજે મોક એસેમ્બલી રચીને જનપ્રતિનિધિનું દાયિત્વ અદા કરવાનાં છે. ભારત વિશ્વમાં સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે તેની સાથે સૌથી જુની લોકશાહી ધરાવતો દેશ હોવાનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. લોકશાહીમાં મતગાલ એક પાયાનો એકમ છે તો જનપ્રતિનિધિ સૌથી મહત્વનો એકમ છે.વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ કહ્યું હતું કે, આજે આજીવન યાદ રહે તેવી ઘડી વિદ્યાર્થીઓ માટે આવી છે. અહીં આવેલા વિદ્યાર્થીઓને હું આવકારું છું.આપણું યુવાધન શક્તિશાળી બને અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપે એવા આશયથી હું વિદ્યાર્થીઓનું સ્વાગત કરૂં છું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x