આરોગ્યગાંધીનગરગુજરાત

ગાંધીનગર જિલ્લામાં આજે ખાનગી ડૉક્ટરોની હડતાલ

ગાંધીનગર : ફાયર એનઓસી તથા આઇસીયુના નિયમોના વિરોધમાં ખાનગી ડોક્ટર્સ દ્વારા આજે ગાંધીનગર શહેરી વિસ્તારના ૪૫૦ જેટલા નાના મોટા દવાખાના ઉપરાંત જિલ્લામાં વધુ ૬૦૦થી વધુ દવાખાના બંધ રાખવામાં આવશે.ખાનગી હોસ્પિટલો અને દવાખાના બંધ રહેવાના હોવાથી આરોગ્યની સેવાઓ ઉપર ખાસ અસર પડશે.ઓપીડી તથા ઇનડોર સેવાઓ પણ બંધ રહેવાની હોવાથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થશે જેને પગલે સિવિલ તંત્ર પણ સચેત થઇ ગયું છે.

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં હાઇકોર્ટમાં મૌખિક આદેશ અનુસાર ખાનગી દવાખાનાઓમાં ગ્રાઉન્ડફ્લોર ઉપર આઇસીયુ રાખવાના તેમજ ફાયર એનઓસીને લગતા નિયમો બનાવવામાં આવ્યા છે જેને પગલે ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હોસ્પિટલોને નોટિસ આપીને સાત દિવસમાં તેનું પાલન કરવા પણ તાકિદ કરવામાં આવ છે જે તદ્દન અતાર્કિક છે અને તનો કોઇ વૈજ્ઞાાનિક આધાર પણ નથી હાલ તબીબો તેનું પાલન કરાવી શકે તેવી સ્થિતિ પણ નથી. સરકારના આ નિર્દેશોના વિરોધમાં શુક્રવારે સવારના આઠ વાગ્યાથી ૨૪ કલાદ સુધી ગાંધીનગર શહેર તથા જિલ્લાના તમામ ખાનગી ક્લિનીતો તથા દવાખાના ઉપરાંત કોર્પોરેટ હોસ્પિટ, નર્સીંગ હોમ, લેબોરેટરી, પ્રસુતીગૃહ તેમજ તમામ પ્રકારની ઇમરજન્સી સર્વીસ બંધ રાખવામાં આવશે.

આ દિવસે ઇમરજન્સી ધરાવતા દર્દીઓને કોઇ તકલીફ ન પડે તે માટે નજીકની સરકારી દવાખાનામાં મોકલવામાં આવશે તેમ ઇન્ડિય મેડિકલ એસો.ના પ્રમુખ ડો.અનિલ ચૌહાણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરમાં ૪૫૦ જેટલા જ્યારે જિલ્લામાં વધુ ૬૦૦ જેટલા દવાખાના આવેલા છે આવતીકાલે આ તમામ દવાખાના એક દિવસના બંધમાં જોડાશે અને કામગીરીથી અળગા રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x