ગાંધીનગરગુજરાત

અહમદપુર પ્રાથમિક શાળામાંથી એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું

આજરોજ અહમદપુર પ્રાથમિક શાળામાંથી એક દિવસીય શૈક્ષણિક પિકનીકનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં વિદ્યાર્થીઓને સૌપ્રથમ ગાંધીનગર વિઠ્ઠલભાઈ પટેલ ભવન- ગુજરાત વિધાનસભા ની મુલાકાત કરાવવામાં આવી.ત્યારબાદ અડાલજની વાવ ની મુલાકાત લેવામાં આવી. અડાલજની વાવનું પાંચ મંજિલનું સ્થાપત્ય ભુકરિયા રેતાળ પથ્થરોની મદદથી બનાવવામાં આવેલ છે. વાવની અંદર હવા અને પ્રકાશનો માર્ગ એ રીતે બનાવવામાં આવ્યો છે જેથી સૂર્યનો સીધો પ્રકાશ પગથિયાઓ ઉપર ન આવી શકે. વાવનો પાંચમો માળ અદ્ભુત છે. અહીંથી તમે વાવના પીરોજી રંગના પાણી અને તેની અદ્ભુત આભા જોઈ શકો છો.અડાલજની વાવનું સ્થાપત્ય ગુજરાતની અન્ય વાવની સરખામણીમાં અનેક રીતે અલગ તરી આવે છે.

આ વાવમાં પ્રવેશદ્વાર માટે ત્રણ દિશાઓમાંથી ઉતરતા પગથિયાઓ છે, જે તમામ પહેલી મંજિલ પર મળે છે. એટલું જ નહીં વાવમાં જેમ જેમ નીચે ઉતરતા જઈએ તેમ વાવની અંદરનું તાપમાન ઠંડુ થતું જાય છે. વાવની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં ૬ ડિગ્રી ઓછું જણાય છે. વાવની ઠંડક, અદ્ભુત નયનરમ્ય કોતરણી અને દીવાલો પર કોતરેલા નવ ગ્રહના દેવતાઓની મૂર્તિઓ સવિશેષ ધ્યાનાકર્ષક છે. એવી માન્યતા છે કે વાવની ફરતે કોતરાયેલા આ નવગ્રહના દેવતાઓ વાવને સંરક્ષણ આપે છે. રાણી રૂડાબાઈ સાથે લગ્ન કરવા માટેની શરત રૂપે મેહમુદ બેગડા દ્વારા બનાવવામાં આવેલ હોવાથી આ વાવને રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે.મુલાકાતના હેતુને ધ્યાને લેતાં સાયન્સ સીટી ની મુલાકાત કરવામાં આવી.જ્યાં વિદ્યાર્થીઓને આઇ મૅક્સ થિયેટર, ઍમ્ફી થિયેટર, હાલ આૅફ સાયન્સ ઍન્ડ હાલ આૅફ સ્પૅસ,થ્રીલ રાઈડ,લાઈફ સાયન્સ પાર્ક,ઍનર્જી ઍજ્યુકૅશન પાર્ક,પ્લૅનેટ અર્થ,નૅચર પાર્ક,ઍકવેટીક ગૅલેરી,રાબોટીક્સ ગૅલેરી,ઍસ્ટ્રાનામી ઍન્ડ સ્પૅસ સાયન્સ ગૅલેરી,નાબલ ડામ,વિજ્ઞાન ભવન તથા આૅડિટારીયમની મુલાકાત લેવામાં આવી.આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને રાબો કાફેમાં રાબોટ દ્વારા સર્વ કરવામાં આવતો બ્રૅકફાસ્ટ પણ કરાવવામાં આવ્યો.હાલ આૅફ સાયન્સમાં સ્પૅસ રાઈડનો અનુભવ પણ કરાવવામાં આવ્યો.

આજનો દિવસ ઐતિહાસિક સ્થળો અને વિજ્ઞાન અને ટેકનોલોજી યુગના સમન્વયને સમજવા માટે પૂરતો હતો.આજે વિજ્ઞાન અને નવિનતમ ટૅકનોલાજીથી કેટલો વિકાસ થયો છે,તેની સમજ કેળવી વિદ્યાર્થીઓમાં પણ પોતાની કક્ષાનુસાર નવિન વિચારોનો આવિષ્કાર થાય તે માટે પૂરતો અવકાશ આપવામાં આવ્યો.સમગ્ર શૈક્ષણિક મુલાકાત સફળતાપૂર્વક પરીપૂર્ણ થઈ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x